Abtak Media Google News

પવિત્ર શ્રાસવણ માસ પૂર્વે સોમનાથ મંદીર અને આજુબાજુનાં વિસ્તારોની સફાઈ હાથ ધરવામાં આવે છે

સોમનાથ ૩૦ સોમનાથ ખાતે અમદાવાદ ની સંસ્થા બાપા સીતારામ ટ્રસ્ટ નું સફાઈ અભિયાન સોનમથ મહાદેવ મંદિર સહિત તીર્થ ધામ આસપાસ ના દેવસ્થાનો માં સુંદર સફાઈ અભિયાન ચલાવ્યું સોમનાથ શિવ અનુષ્ઠાન ના પવિત્ર શ્રાવણ માસ પૂર્વે સમગ્ર સોમનાથ મહાદેવ તથા આજુબાજુ ના તમામ તીર્થસ્થાન ની સુંદર સફાઈ કાર્ય કરતા બાપા સીતારામ ટ્રસ્ટ ના સ્વંયમ સેવકો ભાલકા તીર્થ, ગીતા મંદિર, રામજી મંદિર, ત્રિવેણી સંગમ, સોમનાથ સ્મશાન, સોમનાથ મહાદેવ ના રક્ષણ કાજ પોતાના જીવન નું બલિદાન આપનાર વીર પુરુષ હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમા વીર વેગડાજી ભીલ ની પ્રતિમા સહિત ના દેવસ્થાન ની સફાઈ કરાય દિવસે પોતા ના પરિવાર ના જીવન નિર્વાહ માટે વેપાર ઉદ્યોગ ધંધો બિઝનેશ કરતા સુખી સંપન્ન પરિવાર ના યુવાનો નું હોલીડે એટલે ગુજરાત ના કોઈ પણ એક ધર્મ સ્થાન ની સફાઈ સેવા કરે છે  દર રવિવારે ગુજરાત નું કોઈ પણ એક ધર્મ સ્થાન પસંદ કરી પોતા ના સ્વ ખર્ચે સફાઈ સાધનો સાવરણા સાવરણી  સુપડા સુપડી ફીનાઇલ કચરા પોતા એસિડ ડસ્ટબીન સહિત ના સાધનો લઈ પહોંચી જાય છે સફાઈ મિલિટરી ની છાપ ધરાવતી સંસ્થા બાપાસીતારામ ટ્રસ્ટ અમદાવાદ ના યુવાનો સુપ્રસિદ્ધ યાત્રા ધામ સોમનાથ દ્વારકા પાવગઠ અરણેજ ચોટીલા પાવગઠ બગદાણા ગુજરાત ભર ના કચ્છ માતા નો મઠ ભુરખિયા સહિત ના દેવસ્થાનો ની સુંદર સફાઈ કરે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.