Abtak Media Google News

નામચીન બુટલેગર સહિત છ શખ્સો નશો કરેલા અને બે શખ્સો ક્રિકેટનો સટ્ટો રમાડતા પકડાયા

શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ વાત્સલ્યમાં દારૂની મહેફીલ અને ક્રિકેટ સટ્ટો ચાલતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી છ શખ્સોને નશો કરેલી હાલતમાં ધરપકડ કરી હતી તે પૈકી બે શખ્સો ક્રિકેટનો સટ્ટો રમતા હોવાથી તેની સામે ક્રિકેટ સટ્ટાનો અલગ કેસ કરવામાં આવ્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર ધ્રુનગરના વિપુલ છબીલદાસ ધોળકીયા, રાધેશ્યામ સોસાયટીના ચંદ્રેશ ઉર્ફે કાળુ જગદીશ ચાઉ, કોઠારિયા કોલોનીના જીજ્ઞેશ કિશોર ગોહેલ, જયેન્દ્રસિંહ ખુમાનસિંહ પરમાર, એવરેસ્ટ પાર્કમાં રહેતા ધર્મેશ દેવેન્દ્ર રાણપરા અને સુભાષનગરમાં રહેતા મેહુલ મોહન ગોહેલ નામના શખ્સો હોટલમાં દારૂની મહેફીલ માણતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. વી.જે.જાડેજા, એએસઆઇ. જયેશભાઇ નિમાવત, રાજદજીપસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા અને અને અમીનભાઇ ભલુર સહિતના સ્ટાફે વાત્સલ્ય હોટલમાં દરોડો પાડયો હતો.હોટલમાં વિપુલ ધોળકીયા, ચંદ્રેશ ઉર્ફે કાળુ, જીજ્ઞેશ ગોહેલ અને જયેન્દ્રસિંહ પરમાર નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે ધર્મેશ સોની અને મેહુલ ગોહેલ શારજહામાં રાજસ્થાન અને ચેન્નાઇ રમાયેલી મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાડતા મળી આવ્યા હતા તેમજ આ બંનેએ નશો કરેલો હોવાથી તેની સામે પ્રોહિબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. હોટલ વાત્સલ્યના માલિક અને સંચાલક દ્વારા આઇપીએલ ટૂર્નામેન્ટમાં સટ્ટો રમાડવા અને કેટલાક લુખ્ખાઓને દારૂની મહેફીલ માટે ભાડે અપાતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાત્સલ્ય હોટલમાં ચાલતા સટ્ટાકાંડ અને મહેફીલના પડદા પાછળ જેતપુરના કહેવાતા પત્રકારોની પણ ભૂંડી ભૂમિકા સામે આવી છે. આ અંગે પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવે તો અનેક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે. હોટલ વાત્સલ્યમાં સટ્ટાકાંડ અને દારૂની મહેફીલ સિવાય પણ અન્ય ગોરખધંધા ચાલતા હોવાની શંકા સાથે પોલીસે પૂછપરછ અને તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.