Abtak Media Google News

ઓસ્કાર વિનિંગ મ્યુઝિક ડિરેક્ટરએ આર રહેમાનથી તો સૌ-કોઇ પરિચિત છે સંગીત ક્ષેત્રે નામ કમાવ્યા બાદ હવે રહેમાન ફિલ્મો પણ બનાવવા માગે છે. તેમના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘૯૯ સોગન્દનું શૂટિંગ ટૂંક સમયમાં જ શરુ કરી દેવામાં આવશે જેના ઓડીશન અગાઉથી શરુ કરાઇ દેવાયા હતા. ફિલ્મ એ આર રહેમાનની છે તો જાહેર વાત છે કે ગીત-સંગીતની આ ફિલ્મમાં કોઇ પ્રકારની કમી રહેશે નહીં અત્યાર સુધીમાં આ ફિલ્મ માટે હજારો ઓડિશન લેવાઇ ચુકાયા છે. આ ઓડિશનમાં સિલેક્ટ થનારા એક્ટરને સંગીતની પણ તાલીમ અપાશે. તો આ ફિલ્મમાં ૧૦ થી ૧૨ એકથી એક મનોરંજક ગીતો લોકોને તેની તાલ પર નચાવશે અને ફિલ્મનો તો હજુ સુધી કોઇ અંદાજ નથી પરંતુ તેનું સંગીત તો સુપર ડુપર હિટ જ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.