ભૂજમાં ‘એક દિવો વીર શહીદ’ના નામે કાર્યક્રમ

દિવાળી પૂર્વે વિનોદ ચાવડા ફ્રેન્ડસ કલબ દ્વારા દિપોત્સવની ઉજવણી સંપન્ન

આયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે,ત્યારે તેની પ્રથમ દિવાળી હોવાથી કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં વિનોદ ચાવડા ફ્રેન્ડ્સ કલબ દ્વારા રઘુનાથજી મંદિર પરિસરમાં ૧૧૦૦ દિવડા પ્રગટાવવામાં આવ્યા હતા.મંદિરનો પરિસર દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું.દીપોત્સવ બાદ મંદિર ખાતે સાંસદ આરતીમાં જોડાયા હતા.વિનોદ ચાવડા ફ્રેન્ડ્સ કલબ દ્વારા દર વર્ષે દેશના વીર જવાનો અને ગરીબ લોકોને મીઠાઇ વિતરણ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.

વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વિશેષમાં દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક આહ્વાન કર્યું છે કે દેશવાસીઓ પોતાના ઘરે એક દીવો વીર જવાનોનાં નામે જરૂર પ્રગટાવજો.જે દેશની રક્ષા કરે છે,તે વીર જવાનો ઘરે દિવાળી ઉજવી નથી શકતા તેવા વીર જવાનોનાં ભાઈઓ અને બહેનો તેમજ રાષ્ટ્ર અને સમાજની સેવા કરતાં લોકોના સન્માન માટે કચ્છ મોરબીની પ્રિય જનતા અચૂક એક દીવો પ્રગટાવે તેવી વિનંતી સાંસદે કરી છે.સાંસદ વિનોદ ચાવડાએ કચ્છ અને મોરબીના પ્રિય જનતાને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં વિનોદ ચાવડા ફ્રેન્ડ્સ ક્લબના અહેમદશા સૈયદ,જલધિ વ્યાસ,વિનોદ વરસાણી,દીપક સીજુ વગેરે જોડાયા હતાં.

Loading...