Abtak Media Google News

સિવિલ હોસ્પિટલનું સેલર બન્યુ સ્વિમીંગ પુલ: પ્રિ-મોનસુનની કામગીરીનું સુરસુરીયું થઈ જતા દર્દીઓને હાલાકી

આરોગ્યધામમાં માત્ર આઠ ઈંચ વરસાદમાં જ આ દશા થઈ: સેલરનું પાણી કેમ્પસમાં નિકાલ કરાતા રસ્તા પણ પાણી-પાણી

રાજકોટમાં ૪૮ કલાકમાં આઠ ઈંચ વરસાદ પડતા જ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાની સમસ્યા શહેરીજનોને ભોગવવી પડી હતી પરંતુ આ વરસાદને બે દિવસ જેવો સમય વિતવા છતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એ વરસાદના પાણી એવા ભરાયા કે સિવિલનું સેલર જાણે સ્વિમીંગ પુલ બન્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. એક તરફ અહીં દર્દીઓ સાજા થવા આવ્યા હતા પરંતુ બે દિવસથી સર્જાયેલી આ દશાથી વરસાદી પાણીથી રોગચાળો થશે તેવો ભય પણ દર્દીઓમાં પ્રસર્યો હતો. જયારે સેનેટરી ઈન્સ્પેકટરની ટીમો પાણીનો નિકાલ પાઈપ મારફતે ભુગર્ભ ગટરમાં કરવાની જગ્યાએ કેમ્પસમાં કરતા સિવિલ પાણી-પાણી થઈ હતી. જે અંગે ‘અબતક’ની ટીમે સિવિલ અધિક્ષક મનિષ મહેતાને જાણ કરતા ત્વરીત જવાબદાર અધિકારી સામે પગલા લઈ ખખડાવી નાખી સેલરના પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરાવ્યો હતો.

Dsc 1206

બે દિવસ સુધી પડેલા ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલનાં સેલરમાં ત્રણ-ત્રણ ફુટ જેટલા પાણી ભરાઈ જતા ગંદકીના ગજ સર્જાયા હતા અને વરસાદનું પાણી ઈલેકટ્રીક ‚મ સુધી પહોંચી જતા શોર્ટ સર્કિટ થવાની ભીતિ સર્જાય હતી. આમ છતાં સફાઈ કર્મી અને સિકયુરીટી ગાર્ડની ટીમે ઉચ્ચકક્ષા સુધી રજુઆત કરવા છતાં હોસ્પિટલના તંત્રના પેટનું પાણી પણ હલયું નથી. સેલરનો ઢાળ નીચો હોવાથી પાણી ભરાઈ જવાના કારણે વેસ્ટેજ સામાન, ગાદલા, ખુરશીઓ, પલંગ, સ્ટ્રેચર, દવાના ખાલી ખોખા, પસ્તી પાણી-પાણી થઈ પલળી જવા પામી હતી. આ પાણીનો નિકાલ કરવા માટે સેનેટરી ઇન્સ્પેકટરની ટીમે બે મોટા ભુંગળા ગોઠવી સેલરનું પાણી ભુગર્ભ ગટરમાં છોડવાની જગ્યાએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બે દિવસ સુધી સવાર-સાંજ છોડતા દર્દીઓ, વાહન ચાલકો, રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીની હાલાકી અંગે અબતકની ટીમે સિવિલ અધિક્ષક મહેતાને ફોન મારફતે તથા ઈન્ચાર્જ કમલભાઈ ગોસ્વામીને જાણ કરી હતી.

Dsc 1218

પ્રિ-મોનસુનની કામગીરીમાં બેદરકારી દાખવનાર સામે પગલા લેવાશે: કમલ ગોસ્વામી

Dsc 1241

રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ઈન્ચાર્જ કમલભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સિવિલનાં સેલરમાં પાણી ભરાઈ જતા ગંદકીનાં ગંજ ખડકાયા અંગે તથા સિવિલમાં પાણી-પાણી થઈ જતા દર્દીઓને પડતી મુશ્કેલી અંગે અબતકની ટીમે સમયસર ધ્યાન દોરી પ્રશંસનીય કામગીરી કરી છે. હું ત્વરીત જ પ્રિ-મોનસુનની કામગીરીમાં બેદરકારી દાખવનાર સામે કડક પગલા ભરીશ તથા સેલરમાં ગંદકીની તાકિદે સફાઈ કરાવી સેલરના પાણીનો સમયસર ભુગર્ભ ગટરમાં નિકાલ કરવા અંગે સેનેટરી ઈન્સ્પેકટર સાથે મિટીંગ યોજી કડક સુચનો આપીશ. સિવિલ કેમ્પસમાં કયાંય પણ વરસાદી પાણી ન ભરાય તથા રોગચાળો ન ફેલાય તેવી તકેદારી રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.