પર્સનલ ફોન નંબરનું અવેજી બનશે વર્ચ્યુઅલ નંબર

વર્તમાન સમયમાં મોટાભાગની સેવા માટે ફોન નંબર આપવો જરૂરી બની ગયો છે. પછી ભલે તમે કોઈ શોપિંગ સેન્ટર પર જાઓ અથવા ઓનલાઈન સેવા લો તો પણ નંબર આપવો આવશ્યક હોય છે. તમારે તમારો ફોન નંબર મોટાભાગની જગ્યાએ આપવો પડશે.

ફોન નંબર આપવા માટે ઘણા ગેરફાયદા છે. પ્રથમ વસ્તુ એ છે કે તમને ઘણાં સ્પામ કોલ્સ મળશે. ખાસ કરીને મહિલાઓની બાબતમાં પર્સનલ નંબર આપવો ગંભીર પરિણામ લાવી શકે તેવી દહેશત છે.

હૈદરાબાદમાં ‘દૂસરા’ નામથી સ્ટાર્ટ અપ શરૂ થયું છે. જેનો ઉદ્દેશ વપરાશકર્તાઓને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને અનિચ્છનીય કોલ અને સ્પામથી બચાવવાનો છે. દુસરા એપ્લિકેશન દ્વારા તમારો ફોન નંબર દાખલ કરીને તમે નવો વર્ચુઅલ નંબર મેળવી શકો છો. આ નંબર કોઈપણને આપીને તમે સરળતાથી સ્પામ કોલસનવ ટાળી શકશો. કારણ કે આ નંબર તમારા સાચા મોબાઇલ નંબરથી અલગ હશે.

Loading...