Abtak Media Google News

સાબરકાંઠા જીલ્લાના લગભગ મોટાભાગના તાલુકાઓની આ તાસીર છે. છેલ્લા એક વર્ષમાં 10 થી વધુ અલગ અલગ ઘટનાઓ બની આત્મહત્યાની. અને આ બધી ઘટનાઓ પાછળ કારણ જોઈએ તો એક તરફ વ્યાજખોરોનો આતંક, વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી, જેને લીધે 1 વ્યક્તિએ વ્યાજના ચક્કરમાં મોતને વ્હાલું કર્યું. આમ છતાં સાબરકાંઠા વહીવટી તંત્ર હોય કે સાબરકાંઠા પોલીસ હોય લોકોનો વ્યાજખોરોના ભયમાંથી મુક્ત નથી કરાવી શક્ય.

Iderજો વાત કરીએ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની તો આજ દિન સુધી પોલીસે આ પઠાણી ઉઘરાણી કરતા લોકો સામેં કોઈજ જાતની કાર્યવાહી કરી નથી.ઇડર તાલુકાના ગણેશપુરા ગામે વ્યાજ ખોરોનો આતંક.સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગણેશપુરા ગામના ઈસમે વ્યાજ ખોરોના ત્રાસ થી કરી આત્મ હત્યા.

મૃતકની લાશને પી.એમ માટે ખસેડવામા આવી.આ વ્યક્તિનું  નામ ઇસ્માઇલભાઈ અલીભાઈ મોમીન જેમની ઉંમર 70 વર્ષ હતી.તે પોતે પ્રાઇવેટ સ્કૂલ મા બસ ચલાવતા હતા.આ વ્યક્તિ વ્યાજખોરો ના કારણે દેવું થઈ જતા આત્મહત્યા કરેલ છે.મરનાર વ્યક્તિ પાસેથી સ્યૂસાઇડ નોટ  મળી આવી જેમાં વ્યાજ ખોરોનો ઉલ્લેખ કરેલ છે.તેમના પર ચેક રિટર્ન નો 138 ગુનો થયેલ છે. પોલીસ આ બાબતે તપાસ કરતા તેમને લાગી આવતા કૃત્ય કરેલ છે.વ્યાજખોરો ત્રાસથી આત્મહત્યા કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.