Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માંન ધરાવતા ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા થી લઈને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા લોકસભા મળી પંચતંત્ર ચૂંટણી વ્યવસ્થા ની એક આદર્શ વ્યવસ્થા ચાલી રહી છે સ્થાનિક સ્વરાજ્ય સંઘ લઈને વિધાનસભાથી દેશની મહાપંચાયત સુધીની ચૂંટણી દર પાંચ વર્ષે યોજવાની વ્યવસ્થા અત્યારે આદર્શ રીતે આગળ વધી રહી છે ત્યારે આઝાદી પછીની પ્રથમ ચૂંટણીથી લઈને આજ સુધી આ ચૂંટણી વ્યવસ્થામાં નિરંતર પણ એ જરૂરી સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે એક સમય એવો હતો કે વિવિધ પક્ષ અને ઉમેદવારોના નામની અલગ-અલગ મતપેટીઓમાં કોરા બેલેટ પેપર નાખવામાં આવતા હતા ત્યાર પછી બેલેટ પેપરમાં અલગ-અલગ પક્ષ અને ઉમેદવારોને સામેલ કરીને પોતાના પસંદગીના પક્ષની ઉમેદવાર પર સિક્કો મારી મદદ આપવાનું ચલાવ્યું હવે તો આધુનિક ટેકનોલોજીના આવિર્ભાવ થી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા ચૂંટણીનું સંપૂર્ણપણે આધુનિકરણ કરવામાં આવ્યું ભારતની લોકતાંત્રિક વિકાસની આ રસ્તામાં ચૂંટણી પંચ દ્વારા ચુંટણી ને વધુ ને વધુ પારદર્શક અને નાગરિકોની મૌલિક સ્વાયત્ત અને ખરા અર્થમાં લોકતંત્રના રાજાના ગરીમાપૂર્વક ના દરજ્જાની જાગર કર્યો છે મતદાર કોઈપણ જાતના લોભ-લાલચ ભય કે પર પ્રભાવમાં આવ્યા વગર મતાધિકારનો સ્વાયત્તતાથી ઉપયોગ કરે તેવો માહોલ ઉભો થયો છે.

આજે ભારતની વિશાળ જનસંખ્યા અને પ્રદેશમાં છેવાડાના નાગરિક અને સ્થળ સુધી ઇવીએમ મશીન અને ચૂંટણી વ્યવસ્થા ઉભી કરવાનું ભારતના નામે એક મોટો વિક્રમ છે જંગલ વિસ્તારમાં જ્યાં એક જ મતદાર હોય ત્યાં પણ મતદાન મથકઊભું  કરવું પહાડી વિસ્તાર નદીપારના વિસ્તાર સુધી લોકતંત્રની આ પ્રક્રિયા માટે સંપૂર્ણ તૈયારી માટે ભારતનું ચૂંટણી તંત્ર વિશ્વ વિખ્યાત બન્યું છે રાજકીય અપરાધીકરણ ને કાબુમાં લેવા  લોકતંત્રમાં બાહુબલી  પ્રભાવને નામ શેષ કરવા ચૂંટણી નિયમોમાં સુધારા થાય છે ચૂંટણી અત્યારે આદર્શ ચૂંટણી બની રહી છે.

તેવા સંજોગોમાં હવે લોકતંત્રના પાંચ તબક્કામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી થી લઈને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજવાની પરિકલ્પના વિચાર વિચારણામાં છે ભારત વિકસિત રાષ્ટ્રની શ્રેણીમાં વિકાસમાં સૌથી આગળ છે તેમાં બેમત નથી પરંતુ અત્યારે જ્યારે ટેકનોલોજીનું યુગ ચાલી રહ્યો છે તેવા સંજોગોમાં પણ સમય અને ચૂંટણી ખર્ચમાં જેમ બને તેમ કરકસર થાય તે રાષ્ટ્રના હિતમાં છેવળી આપણું લોકતંત્ર હવે સાતથી આઠ દાયકા નો અનુભવ મેળવીને સંપૂર્ણપણે પરિપકવ થઈ ચૂક્યું છે મતદાર પણ સસલુ સમજુ થઈ ગયો છે કે દેશની બાગડોર કોને દેવી કોણ આપણા વિસ્તાર તાલુકા જિલ્લા રાજ્ય અને દેશનું ભલું કરવાની ક્ષમતા ધરાવે છે તેની સંપૂર્ણપણે શુદ્ધ ની શક્તિ ધરાવતો થઈ ગયો છે તેવા સંજોગોમાં જો “ભારતમાં વન નેશન વન ઈલેકશનનો વિચાર અમલમાં આવે તો તેમાં કંઈ ખોટું નથી ચૂંટણી પ્રક્રિયામાં પસાર થતો સમય સમયનો વ્યય ન ગણાય પરંતુ જો આ કવાયત ઝડપી થાય એક જ સમયગાળા દરમ્યાન ગ્રામ પંચાયતથી લોકસભા સુધીના લોકતાંત્રિક મહા પંચાયતની ચૂંટણીઓ સાથે થઈ જાય તો અબજો રૂપિયા ખર્ચ ઘટી જાય સાથે સાથે પાંચ વર્ષ સુધી તમામ પંચાયતી સંસ્થા ઓ ન વહીવટ માટે નવી બોડીની રચના અને આયોજનમાં એક સૂત્ર રાષ્ટ્રીયતાનું વાતાવરણ ઊભું થાય આ મુદ્દાને કોણ કહે છે? કોનું હિત છે? તેવી સંકુચિત માનસિકતામાંથી બહાર નીકળીને દેશના હિતમાં શાસક વિપક્ષ અને તમામ વર્ગના નાગરિકો એ એક થઈને “ભારતમાં વન નેશન વન ઈલેકશન” ના ક્ધસેપ્ટને અપનાવીને રાષ્ટ્ર અને ખરા અર્થમાં પ્રગતિશીલ બનાવવા માટે પાંચ તબક્કાની ચૂંટણીના બિનજરૂરી ભાર ને ઓછું કરવું જોઈએ પરિવર્તન સંસારનો નિયમ છે એક જમાનો હતો કે અલગ-અલગ મત પેટીમાં અલગ-અલગ મત નાખવામાં આવતા પછી બેલેટ આવ્યા  ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન થી મતદાન થાય છે ઓનલાઇન મત દેવાની સુવિધા ઊભી થઈ છે તો વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતમાં “વન નેશન વન ઈલેકશન શા માટે શક્ય ન થાય તે વિચારવાનું અને લોકતંત્ર ની આદર્શ ચૂંટણી વ્યવસ્થાને વધુ વ્યવહારુ બનાવવા માટે વિચારવાનો સમય આવી ગયો છે એક રાષ્ટ્ર એક ચુનાવ થી સમય અને નાણાનો ખર્ચ અવશ્યપણે બચાવી શકાય જે સમય અને નાણાં રાષ્ટ્રના વિકાસને વધુ સારી રીતે કામ આવી શકે તે કહેવું જરાપણ અતિશયોક્તિભર્યુ નહીં ગણાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.