Abtak Media Google News

એક અભૂતપૂર્વ યોજના અમલી બનાવી લોકસેવક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાચા લોકનેતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી અકસ્માત સારવાર યોજનાએ એક ઇતિહાસ રચ્યો છે તેમ જણાવી ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે લોક લાડીલા મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી -આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલનો આભાર માની બન્નેને અભિનંદન પાઠવ્યા હતા. આ યોજના હેઠળ ગુજરાતના કોઈ પણ નાગરિકને અકસ્માતે ઇજા થાય ત્યારે પ્રથમ 48 કલાકની સારવારનો રું.50 હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે આ યોજના ન ભૂતો ન ભવિષ્ય સમાન છે.આજ સુધી આટલી સ્પષ્ટ,સરળ અને રાજ્યના હજારો નાગરિકોને જેનો લાભ મળવાનો છે એવી કલ્યાણકારી યોજના દેશની કોઈ સરકારે અમલમાં નથી મૂકી. તેમણે આ યોજનાને અદભુત ગણાવતાં ઉમેર્યું હતું કે રાજ્યના કોઈ પણ વિસ્તારમાં,કોઈ પણ ખૂણે,કોઈ પણ માર્ગ પર કોઈને અકસ્માતે ઇજા થાય તો નજીકની કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં પણ એ વ્યક્તિ સારવાર મેળવી શકશે.પ્રથમ 48 કલાક દરમિયાન આપનારી તમામ તબીબી સેવા,એક્સ રે,સીટી સ્કેન,એમ.આર. આઈ, શોક ટ્રીટમેન્ટ,બ્લડ ટ્રાન્સફ્યુઝન તથા ઓપરેશન સીખેની સારવારનો 50 હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ કેવડી મોટી વાત છે તેમ કહેતાં તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે આ યોજનાને કારણે નાની મોટી ઇજા તથા મધ્યમ કક્ષાના ફ્રેક્ચર કે હાડકાના ઓપરેશન તો લગભગ વિના મૂલ્યે જ થઇ જશે.આ યોજનાના લાભાર્થી માટે આવકની પણ કોઈ મર્યાદા નથી.એટલે કે આ યોજનાનો રાજ્યના દરેક નાગરિકને લાભ મળશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે તો આ યોજના ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે.

તેમણે કહ્યું હતું કે આ સરકાર રાજ્યના નાગરિકોની સુખાકારી અને સલામતીની ખેવનાં કરનારી સરકાર છે.ગરીબ કે મધ્યમ વર્ગના લોકોને અકસ્માત બાદ સારવાર માટે હવે કોઈની પાસે હાથ લાંબો નહીં કરવો પડે.નાણાંના અભાવે હવે કોઈની સારવારમાં વિલંબ નહીં થાય.નાણાંના અભાવે હવે કોઈની અમૂલ્ય જિંદગી જોખમમાં નહીં મુકાય.રાજ્યનો ગરીબમાં ગરીબ માણસ પણ હવે પોતાને લાચાર કે બાપડો મહેસુસ નહીં કરે.

રાજુભાઈએ જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની ના હઇએ પ્રજાનું હિત છે.તેઓ સતત લોક કલ્યાણ માટે સક્રિય અને ચિંતિત રહે છે.પ્રજા પ્રત્યેની અપ્રતિમ લાગણી અને સુભનિષ્ઠા થકી આવી અનન્ય અને અદ્વિતીય યોજના અમલમાં લાવી વિજયભાઈએ સાચા લોકનેતા કેવા હોય તેનું ઝળહળતું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.