Abtak Media Google News

વેરાવળ છેલ્લા ઘણા સમયથી ગીર, બરડા, આલેચના માલધારી સમુદાય દ્વારા આદિવાસી જાતિના દાખલાને લઈ એલ.આર.ડી.માં અન્યાય મુદે રાજ્ય સરકાર સામે આંદોલન ચાલી રહ્યું છે. દરમિયાન જૂનાગઢ ખાતે રબારી સમાજના મ્યાંજરભાઇએ હતાશામાં આવી આત્મહત્યા કરી લીધી હોવાથી માલધારી સમાજમાં રોષ ભભૂક્યો છે. જે સંદર્ભે આજે વેરાવળના નવા રબારીવાડામાં આદિવાસી માલધારી ઉપવાસ આંદોલન સમિતિના નેજા હેઠળ સભા યોજાઇ હતી. માલધારી સમાજને થઇ રહેલ અન્યાય બાબતે સ્વ.મ્યાંજરભાઇ હુણ, સ્વ.ડાયાભાઇ ગરચરને શ્રધ્ધાજંલિ અપાઈ હતી. ભુવાઆતા રાજા આતા, લડત સમિતિના રણવીરભાઈ દેસાઈ, ગણપતભાઈ મોરી, દશરથ ગોવાલિયા, બી.ડી.રબારી સહિતના આગેવાનોએ સંબોધી સમાજને કઇ રીતે અન્યાય થઇ રહ્યો છેતે અંગે વિસ્તૃત સમજણ આપી હતી. સરકારી અધિકારીઓની રાગદ્રેષની નીતિનો ભોગ માલધારી સમાજને બનાવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી માલધારી સમાજને નયાય ન મળે તયાં સુધી લડત ચાલુ રહેશે તેવો હુંકાર ભર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.