એક યાદગાર સ્થાન..

359

દરેકના માટે એક મન-ગમતી  આ જગ્યા,

મિત્રો તેમજ સ્નેહીજનોને જોડતી આ જગ્યા,

કોઈ માટે ખાણી-પિણીની  આ જગ્યા,

ત્યારે કોઈ માટે ચર્ચાની જગ્યા,

કોઈ માટે મુલાકાતની જગ્યા,

ત્યારે કોઈ માટે પરિચયની જગ્યા,

ક્યારેક સ્વાદ માળી શકાય એવી  જગ્યા,

ક્યારેક એક સ્વાદને ભૂલાવી દેતી એ  જગ્યા,

ક્યારેક એકલતમાં જીવી શકાય એવી  જગ્યા,

કોઈ માટે આતુરતાનો અંત લાવતી એ  જગ્યા,

કોઈ માટે સંબંધો બાંધતી આ જગ્યા,

કોઈ માટે જીવન ફરી એક વાર મળાવતી એ  જગ્યા,

ક્યારેક ગીતોની મેહફિલ ત્યાં,

ક્યારેક પ્રેમની અનુભૂતિ જ્યાં,

ક્યારેક સોડમની ભરમાર ત્યાં,

ક્યારેક સ્વાદની સાચી ઓળખ જ્યાં,

ક્યારેક અજાણની પરખ ત્યાં,

થીમ પરથી અનોખું બનાવાતું આ સ્થાન,

દીવાલોને અલગ રીતે દર્શાવતું  આ સ્થાન,

સંબંધોને નવી પરિભાષા આપતું આ સ્થાન,

નામથી સૌને પોતાના બનાવી દેતું આ સ્થાન,

અણગમતાને ગમાડી દે,

લાગણીને સમજાવી દે,

આજના જનરેશનને  પોતાની,

તરફ લઈ જતું આ સ્થાન,

દરેક ક્ષણોને મનોરંજક,

તેમજ યાદગાર બનાવતું આ સ્થાન,

તેવું  નોખું-અનોખું “કાફે” આ સ્થાન.

 

 

Loading...