Abtak Media Google News

ભાજપની વિશિષ્ટ કાર્યપધ્ધતિ, જિલ્લા/ મહાનગરમાં પેજ કમિટિની રચના અંગે પ્રદેશ અધ્યક્ષે માર્ગદર્શન આપ્યું

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગના મંડલસ: આયોજન અંગે ભાજપાના જીલ્લા/મહાનગરના પ્રમુખઓ તેમજ પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકના પૂર્વે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં અભ્યાસવર્ગના વિષય પ્રમુખોની બેઠક યોજાઇ હતી.

ઝડફિયાએ જણાવ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આગામી ટર્મ માટે ભાજપા જિલ્લા પ્રમુખની જવાબદારી માટે નિયુક્ત થયેલ સૌ આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી.  આ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર પ્રશિક્ષણ વર્ગ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બેઠકમાં ઉપસ્થિત સૌ આગેવાનોને પ્રશિક્ષણ વર્ગના સુચારુ આયોજન અંગે વિસ્તારપૂર્વક છણાવટ કરી હતી. આ ઉપરાંત  પાટીલે ભાજપાની વિશિષ્ટ કાર્યપદ્ધતિ, સરકારની સેવાકીય યોજનાઓ જનતા સુધી વધુને વધુ પહોંચે તે માટે ભાજપાના કાર્યકર્તાની કડીરૂપ ભૂમિકા, જિલ્લા સંગઠનની સંરચના, દરેક જિલ્લા/મહાનગરમાં પેજકમિટીની રચના અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ઝડફિયાએ જણાવ્યું હતું કે,પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગે યોજાયેલી બેઠકોમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટે આગામી સમયમાં યોજાનાર ભાજપાના અભ્યાસવર્ગો અંગે આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીઓ  ભરતસિંહ પરમાર,  કે.સી.પટેલ,  શબ્દશરણભાઈ ભ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષઓ  આઇ.કે.જાડેજા અને  ગોરધનભાઇ ઝડફિયા, ભાજપાના જીલ્લા/મહાનગરના પ્રમુખ તેમજ પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.