Abtak Media Google News

મનુ અને મોહન બંને ખાસ મિત્રો હતા. સદાય નિશાળમાં સાથે ભણતા અને રમત-ગમતમાં પણ ખૂબ આગળ હતા. ત્યારે એકવાર મનુની તબિયત થોડી બગડી હોવાથી તે રજા પર ગયો. થોડા સમય બાદ આવતા તે મિત્રતા જાણે સાવ હોય નહીં તેવી થઈ ગયી. તો મનુને એક મનમાં સવાલ થયો કે આવું શું કામ કર્યું ? અચાનક આ મિત્રતા આ રીતે તૂટી શકે શું ? તો સારી મિત્રતાની પરિભાષા મે કરી કે નઇ ? અચાનક આવી રીતે મોહનની અવગણના તેને મન ખટકતી રહી. આ સવાલથી તેને રાતે ઊંઘ પણ ના આવી. બીજે દિવસે સવારે તેના મમ્મીએ તેને પૂછ્યું આવું તે શું થયું ? તું રોજે દોડવા જવાની બદલે આજે કેમ તારું ધ્યાન નથી. તો આ વાત તેને તેના મમ્મીને કહી અને તેના મમ્મીએ ઉદાહરણ સાથે આ વાત સરસ રીતથી સમજાવી.

જ્યારે કોઈપણ વ્યક્તિ તમારી અવગણના કરવા માંડે  ત્યારે તમારે તેને સ્વીકારવી જોઈએ સૌ પ્રથમ. આવું કરવાથી તને તારા સવાલનો જવાબ મળવા માંડશે. અવગણના તે તને એક તક આપે છે તારી જાતને ઓળખવા માટે. સંબંધો હમેશા ક્યારેય એક સમાન રહેતા નથી. તે પછી મનુષ્યના હોય કે પ્રકૃતિના. એકવાર ખીલતું ફૂલ પોતે બગીચાનો અંશ બની તો જાય જ છે પણ તે ખરતા નવા ફૂલો પોતાની જગ્યા ફરી લેવા માંડે છે. ત્યારે મિત્રતા પણ આવી જ કઈક હોય છે સમય સાથે તે પણ બદલાતી રહે છે. ત્યારે અવગણના તોજ થાય છે જ્યારે તે વ્યક્તિ તમને પરખવામાં ભૂલ કરે અથવા તો તેની લાગણી તમે ના સમજી શકે. દરેક સંબંધમાં આવું તો અવશ્ય થતું હોય જ છે. પણ આ અવગણના સાથે સ્વીકાર  જો જોડાય તો તેનાથી દરેક મનુષ્ય પોતાની રીતે ઘણું બદલી શકે છે. તો તારે આ વાતને ભૂલી કદાચ કોઈ વાતની ભૂલ થઈ તો તેને વ્યક્ત કરી સ્વીકારી લે અથવા ના થાય તો તેને ભૂલી જવું વધુ સારું છે. તો આટલું તું સમજી જા તો કોઈપણની  અવગણના તને બદલાવી શકશે. તને તું છો તેના કરતાં વધુ મક્કમ બનાવશે સાથે સ્વીકાર કરતાં પણ શીખવી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.