Abtak Media Google News

રાષ્ટ્રીય સમસ્યા સામે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છે યુવાન

સમગ્ર ભારતનાં ૨૯ રાજયોની સાયકલ યાત્રા ઉપર નિકળેલ બિહાર પટનાનાં જાવેદ અંસારી તા.૩૦/૧૨/૨૦૧૮ના રોજ સોમનાથ પ્રભાસપાટણ આવ્યા તેઓ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮થી ક્ધયાકુમારીની સાયકલ યાત્રાનો પ્રારંભ કરી પોંડીચેરી, તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર, તેલંગણા, મહારાષ્ટ્ર, ગોવા, સેલવાસ થઈ ગુજરાત આવેલ. આ યાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં બેટી બચાવો, બેટી પઢાવો અને ભ્રુણ હત્યા બંધ કરો અને પર્યાવરણ જાળવો તેમજ જળસંચય કરોનો સંદેશો દેશના ઘર ઘર સુધી પહોંચાડે છે. કારણકે આ અંગે આપણે જાગૃત નહીં રહીએ તો આવનારી પેઢીનું ભાવી ધુંધળુ બનશે. અત્યાર સુધી તેઓ ૧૦ રાજયો ફરી ચુકયા છે અને દરરોજ ૭૦ થી ૮૦ કિમી સાયકલ યાત્રા કરે છે.

હવે તેઓ રાજસ્થાન, હરીયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ, ઉતરાખંડ, યુ.પી.એમ.પી.મેઘાલય, નાગાલેન્ડથી દિલ્હી થઈ ત્યાં ૮૦૦૦ જેટલા કાર્યકર્તાઓ સાથે દિલ્હીના લાલ કિલ્લાથી કાશ્મીરનાં લાલચોક સુધી યાત્રા કરી ૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ લાલચોક ખાતે રાષ્ટ્રઘ્વજ ફરકાવી યાત્રા સમાપન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નયા ભારત સુત્રને સાકાર કરવા તેઓ પોતાનું યોગદાન આપી રહ્યાં છે. અત્યાર સુધી તેમણે ૯૮૦૦ કિમી યાત્રા કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ તેમને સાયકલની ભેટ પ્રોત્સાહનરૂપે આપેલ છે. યાત્રા દરમ્યાન દિવસનાં બે સ્કુલ કે સંસ્થામાં તેઓ પ્રવચન આપી રાષ્ટ્રભકિત અને બેટી બચાવોનો તેમજ અન્ય સંદેશા વિશે પ્રવચન આપી લોકજાગૃતિ કરે છે. a

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.