Abtak Media Google News

ધો.૯ થી ૧૨ના કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

ઓખામાં ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ દ્વારા આયોજીત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા સંચાલિત સાગર ખેડુ સાઈકલ રેલી કાર્યક્રમ૨૦૧૯નું ઓખા નગરપાલિકા હાઈસ્કુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૯ થી ૧૨ના કુલ ૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ઓખા નગરપાલિકા હાઈસ્કુલથી ગાત્રાળ માતાના મંદિર સુધી પાંચ કિલોમીટરની રેલી રહી હતી. સાગરકાંઠાના માછીમારોમાં જાગૃતિ આવે તે હેતુથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલીને સફળ બનાવવા ઓખા હાઈસ્કુલના આચાર્ય જે.બી. જાડેજા, સ્ટાફ, શિક્ષકો ગોજીયા, ચાંદનીબેન કોટેચા વગેરે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.