Abtak Media Google News

સમગ્ર રાષ્ટ્રમાં ગ્રંથાલય સપ્તાહ ૨૦ સુધી ઉજવાઈ રહ્યું છે. તે અંતર્ગત મેડિકલ કોલેજ ખાતે સેન્ટ્રલ લાયબ્રેરી વિભાગ દ્વારા અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઓનું આયોજન થઈ રહ્યું છે. આ અંગે મેડિકલ કોલેજના ડીન ડો.ગૌરવીબેન ધ્રુવના જણાવ્યા અનુસાર સપ્તાહ દરમ્યાન સેન્ટ્રલ લાયબ્રેરી વિભાગમાં રાષ્ટ્રીય ચેતના જાગે અને માનવીના જીવનમાં લાયબ્રેરીની ઉપયોગીતા અન્વયે તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ માટે બુક ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે વાંચકની દ્રષ્ટીએ લાયબ્રેરીનું મહત્વ, ડીજીટલ યુગમાં પુસ્તકનું મહત્વ, વર્તમાન યુગમાં પુસ્તકની આત્મકથા જેવા ચિતનાત્મક વિષયો પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૧૯ અને ૨૦ સોમવાર અને મંગળવાર બે દિવસ આંતરરાષ્ટ્રીય કક્ષાના જયપી પબ્લીશન દ્વારા તબીબી વિદ્યાશાખા માટે બુક એકઝીબીશન સેન્ટ્રલ લાયબ્રેરી ખાતે કરવામાં આવ્યું છે. તેમજ ઉકત ગ્રંથાલય સપ્તાહ શૃંખલાને આહલાદક બનાવવા અને ગ્રંથાલય પઘ્ધતિને ઉતેજિત કરવા માટે જાણીતા તત્વચિંતક અને યુવા વિચારક એવા પ્રા.મનીષભાઈ રાવલ દ્વારા તા.૧૯/૧૧ને સોમવારે સાંજે ૪:૦૦ વાગ્યે માનવીય જીવનમાં પુસ્તકો અને વાંચનનું મહત્વ વિષય પર તબીબો અને વિદ્યાર્થીઓ માટે વકતવ્ય યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.