Abtak Media Google News

૬૧૮ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ : ૬૩ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે પંદરમો પદવીદાન સમારોહ ગઈકાલે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યકક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર, તેમજ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ ધારવાડ (કર્ણાટક) ના કુલપતિ એમ.બી.ચેટ્ટી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પછી નો  આ પંદરમો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો કૃષિ યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી તેમજ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ/ગોલ્ડ પ્લેટેડ સિલ્વર, તેમજ કેસ પ્રાઇઝ આપી વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓની સાથે સાથે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

7537D2F3 23

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર  જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કૃષિ મંત્રી જયદ્રથસિંહ પરમાર, ધારવાડ (કર્ણાટક) કૃષિ યુનિવર્સિટી ના કુલપતિ એમ. બી. ચેટ્ટી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ના અધ્યક્ષ સ્થાને આ કૃષિ યુનિવર્સિટી ની સ્થાપના પછીના  આ પંદરમાં પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં બી.એસ.સી. એગ્રી ના ૫. બી.એસ.સી (ઓનર્સ) એગ્રી ના ૧૫૩. બી.એસ.સી. (ઓનર્સ) હોર્ટી કલ્ચર ના ૪૭ બી ટેક એગ્રી એન્જિનિયરિંગ ના ૮૬ બી.એફ .એસ. સી. ના ૪૧ બી.વી.એસ.સી એન્ડ એ.એચ. ના ૨૬ એમ.એસ. સી. એગ્રી ના ૧૧૪ એમ.એસ.સી. હોર્ટીકલ્ચર ના ૧૮. એમ.ટેક. (એગ્રી એન્જિનિયરિંગ) માં ૩૧ એમ એફ એસસી ના ૧૩ એમ.વી. એસ.સી. ના ૧૮  એગ્રી એમ.બી.એ ના ૨૮ પી.એચ.ડી ના ૩૮ સાથે કુલ ૬૧૮ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી પદવીની સાથે સાથે ૬૩ જેટલા  તેજસ્વી પ્રતિભાઓ બતાવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ / ગોલ્ડ પ્લેટેડ, સિલ્વર મેડલ, તેમજ કેસ પ્રાઇસ આપી વિશેષ સન્માનિત કરાયા હતા કાર્યક્રમ દરમ્યાન  શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ  કૃષિ પોલીટેકનિક ના  પ્રીન્સિપાલ ડો. બી.એન. કલસરિયાને આપી સન્માનિત કરાયા હતા મહામહિમ રાજ્યપાલ સહિતના ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવું  પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયા કુલ સચિવ ડોક્ટર પી.એમ. ચૌહાણ સહિત કૃષિ યુનિવર્સિટીની તમામ વિદ્યાશાખાના આચાર્ય ડીન પ્રાધ્યાપક તેમજ અધિકારીઓ સહિતનાઓની ટીમે  દિવસોથી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.