Abtak Media Google News

ડ્રાયફ્રુટમાં તણાવ દૂર કરનારા તત્વો રહેલા હોય છે. તેમાં ફાઇબર અને મેગ્નેશિયમ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તાજેતરના અભ્યાસ પ્રમાણે નટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ્સ કાઉન્સીલે અલગ-અલગ ડ્રાયફ્રુટનું પરિક્ષણ કર્યુ હતું. અને જણાવ્યું હતું કે તેનાથી હદ્ય રોગની બિમારીયો ઘટે છે. ડ્રાયફ્રુટ્સના રોજીંદા સેવનથી આરોગ્યને ચોક્કસ ફાયદો થાય છે. હાર્ટ ડિઝિસ સિવાય ડ્રાયફ્રુટ ખાવાથી ડાયાબિટીઝની શક્યતા પણ ઘટી જાય છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર નટ્સ તણાવ અને કેન્સરથી પણ શરીરને દૂર રાખે છે. બીએમજે ઓપન જર્નલના અભ્યાસ પ્રમાણે તેઓ યુરોપીયન ફ્રુડ ઓથોરિટી સાથે પણ જોડાયેલા છે.

ડ્રાયફ્રૂટ ખાવાના તો ઘણા બધા ફાયદાઓ છે. આપણાં પણ અખરોટ, કાજુ, બદામ, કિશમિશ બાળકોને ખવડાવવાની સલાહ આપે છે. તેનાથી અઢણક ફાયદાઓ થાય છે, તો ઘણાં લોકો રાત્રે બદામ પલાડીને સવારે નરળા કોઠે પણ ખાતા હોય છે પરંતુ તેને ચોક્કસ રીતે અને પ્રમાણસર ખાવા જરુરી છે. દિવસમાં તમારે ૧૮ થી ૮૫ ગ્રામ ડ્રાયફ્રુટ ખાવા જોઇએ. આ અભ્યાસ આઇએનસી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ૭૦ દેશોમાંથી ૭૦૦ ડ્રાયફ્રુટ કંપનીઓએ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.