Abtak Media Google News

મિસ ડિલીવરી અથવા ગર્ભપાતની શંકા સાથે પોલીસે તપાસનો ઘમઘમાટ કર્યો શરૂ

સિવિલ હોસ્પિટલમાં કે.ટી. ચિલ્ડ્રન બિલ્ડીંગના પાછળ ભાગે સેન્ટ્રલ બાયો મેડિકલ વેસ્ટ કલેકસન પાસે કચના ઢગલા નજીક પાંચ માસનુ ભૃણ મળી આવતા પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ સુરેશભાઇ જોગરાણા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. હાલ પોલીસે ભૃણતા સેમ્પલ મેળવી મિસ ડિલેવરી કે કોઇ ગર્ભપાત કરાવી નાખી ગયાની શંકા સાથે તપાસનો ધમઘમાટ શરૂ કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પી.ડી.યુ સિવિલ હોસ્પિટલમાં કે.ટી. ચિલ્ડન બિંલ્ડીંગની પાછળની સાઇડ સેન્ટ્રલ બાયો મેડિકલ વેસ્ટ કલકેસન પાસે બાળક જેવુ મૃતદેહ પડયો હોવાનુ સફાઇ કામદારને ધ્યાને આવતા કે.ટી. ચિલ્ડન સિકયુરીટી સુપરવાઇઝર દક્ષાબેન મકવાણા સહિતા ઘટના સ્થળ પર દોડી ગયા હતા.

બાયો મેડિકલ કલકેસન પાસે કચરાની ગાડીઓ ભરાતી હોય તેની વચ્ચે પાંચ માસનુ ભૃણ જાગાતા સિકયુરીટી ઇન્ચાર્જ પ્ર.નગર પોલીસ મથકને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

પોલીસે ઘટનાની નોધ કરી પંચનામુ કરી ભૃણનુ ડીએનએ મેળવી એફએસએલ માટે મોકલી આપ્યુ હતુ. પોલીસે એડી નોધી જુદી જુદી દિશામાં તપાસ હાથધરી છે. સિવિલ હોસ્પિટલમાં જ જનાના હોસ્પિટલ આવેલુ હોય તો ત્યાં પણ થોડા દિવસોમાં કોઇ મિસ ડિલેવરી થઇ હોય અને દર્દીના સગા અહિયા જ ભૃણ નાખી ગયા હોવાની તથા કોઇ અન્ય સ્થળ પર ગર્ભપાત કરાવી અત્રે ભૃણ નાખી ગયાની શંકાઓ સાથે પોલીસે તપાસનો ઘમાઘમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.