મોરબીના સાત પોલીસ કર્મચારીઓ નિવૃત થતા એસપી કચેરીએ વિદાય સમારોહ યોજાયો

મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા સાત પોલીસ કર્મચારીઓ નિવૃત થયા હોય જેથી એસપી કચેરી ખાતે વિદાય સમારોહ યોજાયો હતો મોરબી પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ અનિરુધ્ધસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ જાડેજા, એએસઆઈ પ્રભાતભાઈ હુંબલ, અનિલભાઈ ભટ્ટ, રયાભાઈ શિયાળા, હીરાભાઈ કાનગઢ અને હરદેવસિંહ જાડેજા એમ સાત પોલીસ કર્મચારીઓ નિવૃત થયા હોય જેથી નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો   જેમાં જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ તેમજ એસઓજી પીઆઈ જે એમ આલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃત્તિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમનું સંચાલન ફારૂકભાઈ પટેલે કર્યું હતું જયારે આભાર વિધિ કે એચ રાવલ દ્વારા કરવામાં આવી હતી.

Loading...