મોરબીમાં પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત ૪ સાસરિયાઓ સામે ફરિયાદ

66
FIR
FIR
મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા નિશાબેન બીપીનભાઇ પનારાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ બીપીનભાઈ રામજીભાઈ પનારા, રામજીભાઈ મગનભાઈ પનારા, વનીતાબેન રામજીભાઈ પનારા તથા મામાજીના દીકરા કૌશિકભાઇ બાવરવા સહિતના સાસરિયાઓ નાની નાની વાતમાં ઝઘડા કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપે છે.
મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે પતિ સહિત સાસરિયા પક્ષના ૪ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Loading...