Abtak Media Google News

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની નાયબ મુખ્યમંત્રીને રજુઆત સફળ

રાષ્ટ્રીય શૈક્ષિણ મહાસંઘ સંગઠનની ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સાથે બેઠક યોજાઇ હતી. નાયબ મુખ્યમંત્રીના હકારાત્મક વલણથી બેઠક સફળ રહી હતી. આ અંગ વિસ્તૃત અહેવાલ આપતા રાષ્ટ્રીય શૈક્ષિણ મહાસંઘે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની ટીમ ઘનશ્યામ ભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, રતુભાઇ ગોળ, અરૂણભાઇ જોષી, પરેશભાઈ પટેલ ગાંધીનગર ખાતે  નાયબ મુખ્યમંત્રી  નિતિનભાઈ પટેલે ને ૪૨૦૦ ગ્રેડ પે માટે સંગઠન દ્વારા રજુઆત કરતા નિતિનભાઈ પટેલે નાણાં વિભાગમાં સુચના અમારી રૂબરૂમાં આપી દીધી છે.. આવતી કાલે પરિપત્ર થવાની સંપૂર્ણ સંભાવના છે. નિતિન ભાઈ એ એમના સચિવ ને બોલાવી ને કહ્યું છે કે ઝડપથી પરિપત્ર બહાર પાડે એવી સુચના આપી હતી.

નિતીનભાઈએ કેટલાક શિક્ષકો ની કોમેન્ટ બાબતે દુ:ખ વ્યક્ત કર્યું હતું.. સંગઠન દ્વારા દીલગીરી વ્યક્ત કરવામાં આવી હતી.. અને ખુબ હકારાત્મક વલણ સાથે ની સંગઠનની બેઠક સફળ રહી હતી આ તકે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રી નો ખુબ ખુબ આભાર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા માનવામાં આવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.