Abtak Media Google News

આમરોલ ગામે ઉર્ષમાં જતી વેળાએ રસ્તામાં અકસ્માત સજાર્યો

જામનગર રોડ પર તરઘડી અને સરપદ વચ્ચે બાઇક ચાલક દંપતિને બચાવવા જતા કાર પલ્ટી મારી ગઇ હતી. અને ચાલક સહિત ચાર લોકોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટર બી. ૧૬૦માં રહેતો હુશન રજાક સૈયાદ નામનાો ર૮ વર્ર્ષીય યુવાન પોતાના ભગવતીપરાના મિત્ર અરમાન યુનુસ રાઉમા (ઉ.વ.ર૧), વામ્બે આવાસ યોજનાના ગુલામ મહમદ ઓસમાણ (ઉ.વ.૩૩), વિશાલ રાજેશ કુવાડીયા (ઉ.વ.ર૪) (રહે. કોઠારીયા સોલવન્ટ) સાથે પોતાની કાર લઇ આમરોળ ગામે દાવલાસીહ પીર દરગાહે ઉર્ષ નીમીતે જતા હતાં તે દરમિયાન જામનગર રોડ પર તરઘડી અને સરપદડ વચ્ચે બાઇક ચાલક દંપતિ આડુ ઉતરતા કાર ચાલક હુશેન સૈયદે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કારને પલ્ટી મરાવી દીધી હતી. અકસ્માતમાં ચારેય મિત્રોને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડાયા હતા  હાલ બનાવ અંગે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.