Abtak Media Google News

સકારાત્ત્મક સંકેતોથી બજાર નવા શીખર પર: નિફટી પ્રથમ વખત ૧૧૫૫૦ને પાર: સેન્સેકસ ૩૮૩૦૦ના નવા શીખરે

શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડીંગ દિવસે ત્તેજીનું તોફાન જોવા મળ્યું છે. આ લખાય છે ત્યારે બજાર ૩૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ગ્રીનમાં ટ્રેડ થઈ રહ્યું છે. લાર્સન, ટાટા મોટર્સ, ઓએનજીસી અને ટાટા સ્ટીલ જેવા શેરના ઉછાળે બજારમાં તેજી જોવાઈ રહી છે.

આજે બજાર ખુલતાની સાથે જ ગ્રીન ઝોનમાં ટ્રેડીંગ થઈ રહ્યું હતું. ઈન્ફોસીસ, ગેલ અને ટાઈટન કંપની જેવા શેરમાં વેચવાલી છે. ઈન્ફોસીસમાં સીએફઓએ રાજીનામુ આપી દેતા શેર ૩.૨૦ ટકા સુધી ગગડી ચૂકયો છે. બીજી તરફ લાર્સન ૬.૬૬ ટકાના ઉછાળા સાથે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે.

પોઝીટીવ ગ્લોબલ સંકેતોથી બજાર આજે નવા શિખરો સર કરવામાં સફળ રહ્યું છે. નિફટી પ્રથમ વખત ૧૧૫૫૦ની પાર નિકળવામાં કામ્યાબ થયું છે. જયારે સેન્સેકસમાં અત્યારે ૩૬૦ પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે. મીડકેપ તથા સ્મોલકેપ શેરોમાં ખરીદીનું તોફાન છે. બીએસઈ, મીડકેપ ઈન્ડેક્ષ ૧ ટકા ઉછળ્યો છે ત્યારે નિફટી મીડકેપ ૧૦૦ ઈન્ડેક્ષમાં ૦.૭૫ ટકાનો વધારો થયો છે. કેપીટલ ગુડ્સ, મેટલ, ઓટો, ફાર્મા, પીએસયુ, બેંક, રીયલ્ટી અને પાવરના શેરોમાં ખરીદી દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.