Abtak Media Google News

રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડના સહિયારા પ્રયાસી ૩૫મો તેજસ્વી છાત્ર સત્કાર સમારંભ યોજાયો

રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તા જાગૃત કર્મચારી મંડળના ઉપક્રમે ૩૫મો તેજસ્વી છાત્ર સત્કાર સમારંભ ક્રિષ્ના વોટર પાર્ક ખાતે યોજાયો. આ સમારોહમાં બંને સંસઓના સભ્ય પરિવારજનોના કે.જી.થી પી.જી. સુધીના તેજસ્વી છાત્રોને વિવિધ ઇનામોથી સત્કાર કરવામાં આવ્યા.

આ સમારોહમાં બેંકની સનિક અને બહારગામની શાખાના કર્મચારી પરિવારજનો સાથે વિશાળ સંખ્યામાં ઉપસ્તિ રહેલ તેમજ વોટર પાર્કની વિવિધ રાઇડ્સ, ગેઇમ્સ તથા ચા-પાણી, નાસ્તા તથા ભોજનનો ભરપુર આનંદ ઉઠાવેલ. પ્રાસંગિક પ્રવચનમાં જીવણભાઇ પટેલે ‘સન્માનિત દરેકને અભિનંદન પાઠવી કોઇપણ સિદ્ધી મેળવે તેવા આર્શિવચન પાઠવ્યા હતા.

આ સમારોહમાં વિવિધ મહાનુભાવો ઉપસ્તિ રહેલ. જેમાં રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલ, ડિરેકટર હંસરાજભાઇ ગજેરા, ડિરેકટર અર્જુનભાઇ શિંગાળા, સીઇઓ વિનોદકુમાર શર્મા, સ્ટાફ રિલેશન અધિકારી કિશોરભાઇ મુંગલપરા, રાજકોટ નાગરિક બેંક કર્મચારી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના પ્રમુખ ભીમજીભાઇ ખૂંટ, ઉપપ્રમુખ ભાવેશભાઇ રાજદેવ, મંત્રી નલિનભાઇ જોષી, જાગૃત કર્મચારી મંડળના પ્રમુખ વિપુલભાઇ દવે, ઉપપ્રમુખ મનસુખભાઇ ગજેરા, મંત્રી કાંતિભાઇ ઠુંમર, સહમંત્રી જીજ્ઞેશભાઇ દવે, ખજાનચી ઇમ્તીયાઝભાઇ ખોખર, પૂર્વપ્રમુખ ઉમેદભાઇ જાની, પૂર્વ પ્રમુખ જયંતભાઇ રાવલ ઉપરાંત પરિવારજનોનો સમાવેશ થાય છે. કાર્યક્રમને બેંકના ચેરમેન નલિનભાઇ વસાએ શુભેચ્છા પત્ર પાઠવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.