Abtak Media Google News

મોરબીના બેલાગામ નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. મૃતકના ભણેજે ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના બેલાગામ નજીક ઇટામેક્ષ કારખાના સામે ડમ્પરે બાઇકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઈકચાલક દિલેસિંગ દરિયાસિંગ રાજપૂતનું મોત નીપજ્યું હતું. બાઇકને હડફેટે લઈને ડમ્પરચાલક ડમ્પર મૂકીને ઘટનાસ્થળે થી નાસી છૂટ્યો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના ભાણેજ બજેરસિંગ સોલંકીએ ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.