Abtak Media Google News

રવિવારે અગત્યની બેઠક: ઉમિયાજી યાત્રા સંઘના સાયકલ યાત્રીકો પણ જોડાશે

ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ અંતર્ગત રાજકોટ ઉમિયા પરિવારની બાઈક રેલી આગામી તા.૮/૧૨ના રોજ યોજાશે. આ રેલીના અનુસંધાને રવિવારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે અગત્યની બેઠકનું આયોજન યું છે.

ઉમિયા માતાજી સંસન ઉંઝા દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ આગામી તા.૧૮ ૨૨ ડિસેમ્બર ૨૦૧૯ના ઉંઝા ખાતે યોજાનાર છે તેના પ્રચાર ર્એ રાજકોટ શહેરમાં પટેલ સેવા સમાજ અને પટેલ પ્રગતિ મંડળ રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા.૮ ડિસેમ્બરના રોજ વિશાળ ઉમિયા પરિવારના લેડીઝ-જેન્ટસ બાઈક રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં રાજકોટી ઉંઝા ઉમિયાજી યાત્રા સંઘના સાયકલ યાત્રીકો પણ જોડાનાર છે અને તેઓનું સન્માન કરવામાં આવશે. જેમની તૈયારીના ભાગ‚પે રાજકોટ શહેરના કડવા પાટીદાર સમાજના લેડીઝ-જેન્ટસની સંયુક્ત મીટીંગ આગામી તા.૨૪ રવિવારે બપોરે ૩ વાગ્યે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેરના કડવા પાટીદાર સમાજના લેડીઝ-જેન્ટસને ઉપસ્તિ રહેવા સમાજના સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઈ ચાંગેલાની એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.