Abtak Media Google News

ગ્રુપ સીની ૨૬૫૦૭ અને ગ્રુપ ડીની ૬૨,૯૦૭ ખાલી જગ્યાઓ માટે અરજી મંગાવવાની પ્રક્રિયા શરૂ

ધો.૧૦ અવા આઈટીઆઈ પાસ કરનારાઓ માટે ઉજ્જવળ તક

રેલવે દ્વારા ૮૯૦૦૦ી વધુ જગ્યાઓ માટે મોટા પાયે એક ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહેલ છે. આખા ભારતની ગ્રુપ સી અને ગ્રુપ ડીની જગ્યાઓ માટે પાત્ર અર્ભ્યાીઓ પાસેી અરજી આમંત્રિત કરવામાં આવેલ છે. ગ્રુપ સીમાં સહાયક લોકો પાયલોટ અને ટેકનીશિયનની કુલ ૨૬,૫૦૭ ખાલી જગ્યાઓ છે. પગાર ધોરણ ૧૯,૯૦૦ રૂ.અને ભત વાળા આ પદો માટે અરજીની છેલ્લી તારીખ ૫ માર્ચ, ૨૦૧૮ રાખવામાં આવેલ છે. જયારે ગ્રુપ ડીમાં ટ્રેકમેન, ગેન્ગેન, હેલ્પર, પોર્ટર, પોઈન્ટસમેન અને કેબિન મેનના પદો માટે કુલ ૨૬,૯૦૭ ખાલી જગ્યાઓ છે.

પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જાહેર કરેલી યાદી મુજબ ગ્રુપ ડીની જગ્યાઓ માટે ઓછામાં ઓછી જરૂરી યોગ્યતા ૧૦ પાસ અવા આઈટીઆઈ પાસ છે. આ પદો પર નિમણૂંક પર પગાર ધોરણ ૧૮,૦૦૦ રૂ. અને મળવાપાત્ર ભત માસિક પગાર હશે. ગ્રુપ ડીના પદો માટે અરજીની છેલ્લી તારીખ ૧૨ માર્ચ, ૨૦૧૮ છે. જુદા જુદા રેલવે ભરતી બોર્ડ દ્વારા મોટાપાયે ચલાવવામાં આવી રહેલ આ ભરતી ઝુંબેશ આપણા દેશના યુવાનો વિશેષ રીતે બેરોજગાર યુવાનો માટે એક મોટી ભેંટ છે. આ ભરતીના સંબંધમાં વિસ્તૃત માહિતી વેબસાઈટ http://bit.ly/Railjobs પર ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.