Abtak Media Google News

માસુમને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી, પિતાને મારી નાખવાની ધમકી દીધી

રાજકોટ શહેરમાં નાનામવા વિસ્તારમાં રહેતા પરિણીત પાડોશીએ ૧૪ વર્ષની ત‚ણીને પ્રેમજાળમાં ફસાવી ૧૧ મહિના સુધી હવસનો શિકાર બનાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નરાધમે આ અંગે કોઈને કહિશ તો તારા પિતાને મારી નાખીશ તેવી ધમકી આપતા ફરિયાદ રાજકોટ મહિલા પોલીસ મથકમાં નોંધાતા પી.આઈ રાવલ સહિતના સ્ટાફે કામાધની શોધખોળ હાથધરી છે.

શહેરના નાનામવા વિસ્તારમાં ભીમનગરમાં રહેતા અમિત વિનોદ મકવાણા સામે મહિલા પોલીસ મથકમાં ૧૪ વર્ષની માસુમે ફરિયાદ નોંધાવી હતી. માસુમે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા પારકા કામ કરતા હોય ત્યારે પાડોશી અમિત મકવાણાની નજર તેના પર પડી હતી. અમિત પરિણીત હતો પરંતુ તેની પત્નિ તેની સાથે રહેતી ન હતી. અમિત અવાર નવાર માસુમના ઘરે જતો હતો અને સગીરાને પણ પોતાના ઘરે બોલાવતો હતો.

ગત તા.૧૪મી જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે અમિતે માસુમને પોતાના ઘરે બોલાવી અને સગીરાને ફસાવી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંઘ્યા હતા. ત્યારબાદ નરાધમ અમિતે જો આ અંગે કોઈને કહિશ તો તારા પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પિતાને મારી નાખવાની ગભરાઈ માસુમ બાળકીએ આપવીતિની જાણ કોઈને કરી ન હતી. સગીરાની લાચારીનો નરાધમે ગેરલાભ ઉઠાવતા સતત ૧૧ મહિના સુધી સગીરાને પોતાના ઘરમાં કલાકો સુધી ગોંધી રાખી અનેક વખત દુષ્કર્મ આચરતો હતો.

નરાધમ અમિત સગીરાને ફરી પોતાના ઘરે બોલાવા બે દિવસ પહેલા ધમકાવતો હતો ત્યારે માસુમના પરિવારજનોને જાણ થતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. માસુમ સગીરા પર પરિણીત નરાધમો મહિનાઓ સુધી દુષ્કર્મ આચર્યાની જાણ વિસ્તારમાં વાયુવેગે ફેલાઈ જતાં લોકોએ અમિત સામે રોષ ઠાલવ્યો હતો.

માસુમ સાથેની આપવીતી જાણ્યા બાદ પરિવારજનોએ મહિલા પોલીસ મથકમાં પરિણીત અમિત સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકના પી.આઈ રાવલે જણાવ્યું હતું કે, અમિત મકવાણા સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તેમજ સગીરાનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ આરોપી હાથ આવ્યા બાદ તેનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.