Abtak Media Google News

પડધરી તાલુકાના મોટારામપર ગામ ખાતે ગોપાલક સમૂહલગ્ન સમિતિ દ્વારા ૩૩ નવયુગલો આજે  પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યો છે ત્યારે તેમને આશીર્વાદ આપવા સમૂહ લગ્ન મહોત્સવના મુખ્ય મહેમાન  ગુજરાત રાજ્યના મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે સખીયા, બાબુભાઈ ચાવડીયા, કે.ડી. રાઠોડ કોર્પોરેટર રાજકોટ,  પડધરી તાલુકા કારોબારી સમિતિ ચેરમેન રાજુભાઈ બાંભવા, પડધરી તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ જાડેજા તેમજ મહામંત્રી પ્રવીણભાઈ હેરમા અને છગનભાઈ વાસજાળિયા, હકાભાઇ સાનિયા તેમજ સૌરાષ્ટ્ર ભરમાંથી ભરવાડ સમાજના આગેવાનો સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતો દ્વારા નવદંપતીઓ પર પુષ્પવર્ષા કરી આશીર્વાદ આપ્યા હતા. ભરવાડ સમાજના ૧૦ હજારથી પણ વધારે લોકો આ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા હતા.

જયેશભાઇ રાદડીયા અને ડી.કે. સખીયાને સમાજના રીત રિવાજ મુજબ  કોટી અને પાઘડી પહેરાવી શાલ ઓઢાડી શિલ્ડ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ભરવાડ સમાજમાં પડધરી તાલુકાના કે ગ્રામ્ય વિસ્તારના શૈક્ષણિક ક્ષેત્રે આગળ હોય તેવા વ્યક્તિઓનું પણ  વિશિષ્ટ  સન્માન કરવામાં આવ્યું હતું. ભરવાડ સમાજની સંસ્કૃતિ મુજબ છેલ્લે હુડો રાસ રમી સમુહ લગ્નની પૂર્ણાહુતિ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.