Abtak Media Google News

૯ મી ચિંતન શિબિર-૨૦૧૮ : વડોદરા

ગુજરાતની પ્રશાસનિક કાર્ય સંસ્કૃતિને નવતર મોડ આપતી ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

: શ્રી વિજયભાઇ રૂપાણી :

·      પ્રજાના હિત માટેના નિર્ણયો ઇમાનદારી અને પ્રમાણિકતાથી કરી જી.આર.ને વળગી રહેવાને બદલે તેનો હાર્દ પકડી સંવેદનશીલતા અને પારદર્શિતાથી જનકલ્યાણને પ્રાધાન્ય આપીએ

·      સમસ્યાઓ અંતહિન હોય પણ તેનું સમાધાન હોય છે આપણે મોકળાશથી સાથે મળીને વિચાર વિમર્શ કરીએ અને લોક સમસ્યાઓના ઉકેલ શોધીએ

·      પ્રશાસનનો દરેક વિભાગ સમાજના છેવાડાના માનવીના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે  ઓછામાં ઓછા દશ સંકલ્પો કરી તેને પાર પાડવા માટેનો રોડ મેપ તૈયાર કરે

·      ‘‘ઇસ કિનારે કો તો બહુત જાન ચૂકે, અબ છલાંગ લગાઓ, અગર નયા કિનારા મિલેગા તો નઇ દુનિયા મિલેગી’’

·      વિકાસની નવી છલાંગ મારવા અને વિકાસના તમામ પેરામીટર્સમાં ગુજરાતને અવ્વલ રાખવાનું વૈચારિક ભાથું આ શિબિર પૂરૂ પાડશે

·      અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે – જે સરકાર ઝડપી નિર્ણય કરે તે જ પ્રો-પીપલ-ગુડ ગર્વનન્સ છે તેવી જનમાનસિકતા બની છે

 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૯મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા રાજયના નીતિ નિર્ધારક અને અમલીકરણ અધિકારીઓ મંત્રીશ્રીઓને ટીમ ગુજરાત તરીકે કલેકટિવ રિસ્પોન્સિબિલિટી, કલેકિટવ ડિસિશન અને કલેકિટવ વર્ક કલ્ચરથી કાર્યરત થવા આહવાન કર્યું છે.

Img 2189તેમણે કહયું કે આ ત્રિદિવસીય શિબિર ગુજરાતની વહીવટી કાર્યસંસ્કૃતિ અને પ્રજા કલ્યાણ વિકાસ કામોને નવી દિશા આપશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રજાના હિત માટેના નિર્ણયો ઇમાનદારી અને પ્રમાણિકતાથી કરી જી.આર.ને વળગી રહેવાને બદલે તેનો હાર્દ પકડી સંવેદનશીલતા અને પારદર્શિતાથી જનકલ્યાણને પ્રાધાન્ય આપી કાર્ય સંતોષ સાથે આત્મસંતોષ મેળવવાનો સેવા ધ્યેય હોવો જોઇએ.

નાયબ મુખ્યમંત્રીશ્રી-મંત્રીમંડળના મંત્રીશ્રીઓ-મુખ્યસચિવ થી લઇ પ્રોબેશનરી સનદી અધિકારીઓ સહિત ૨૨૦ ઉપરાંત શિબિરાર્થીઓ રાજયના વિકાસની નવી દિશાનું સામૂહિક ચિંતન-મનન કરશે

 

Img 2228        શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની સાથે લોકોને મદદરૂપ થવાની સંવેદના જ સરકાર પ્રત્યે લોકોની ઇમેજ પ્રજાપ્રિયતા અને ગુડ ગર્વનન્સની સાચી દિશા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.

Img 3281

        તેમણે આ ચિંતન શિબિર એ દિશામાં સામૂહિક મનન-મંથનનું ઓપન પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વિકાસની નવી છલાંગ મારવા અને વિકાસના તમામ પેરામીટર્સમાં ગુજરાતને અવ્વલ રાખવાનું વૈચારિક ભાથું આ શિબિર પૂરૂ પાડશે. તેમણે શિબિરના વિવિધ સત્રોમાં મુકતમને વિચારો વ્યકત કરીને કઇક નવું કરવાની, પ્રજા વર્ગોનું ભલુ કરવાની દિશામાં વૈચારિક, આત્મિક અને આંતરિક શકિતથી સહભાગી થવા પ્રેરણા આપી હતી.

Img 3273        શ્રી વિજયભાઇએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય અને તે પણ ચર્ચા-વિચારણા કરીને કરવાની આવશ્યકતા સમજાવતાં કહયું કે અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે. જે સરકારો ઝડપી નિર્ણયો કરે તે જ લોકોનું ભલું કરનારી સરકાર છે તેવી માનસિકતા બની ગઇ છે ત્યારે સમગ્ર વર્ક કલ્ચરલ બદલીને પ્રજાના કામો આપોઆપ થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમણે આહવાન કર્યું હતું.

Img 3272        મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને હરએક ક્ષેત્રમાં નંબર-૧ બનાવવા અને વ્યથા નહીં વ્યવસ્થા તેમજ જયાં માનવી ત્યાં સુવિધાના ભાવ સાથે આ ચિંતન શિબિર ગુજરાતને વિકાસ રાહે અડિખમ રાખવાનો એક નવો આયામ બનશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રશાસનના દરેક વિભાગને સમાજના છેવાડાના માનવીના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે  ઓછામાં ઓછા દશ સંકલ્પો કરી તેને પાર પાડવા માટેનો રોડ મેપ તૈયાર કરવા સુચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ લાક્ષણિક રીતે જણાવ્યું હતું કે ઇસ કિનારે કો તો બહુત જાન ચૂકે, અબ છલાંગ લગાવો, અગર નયા કિનારા મિલેગા તો નઇ દુનિયા મિલેગી. ગુજરાતમાં રાજકીય વાતાવરણ સારૂં છે, અન્ય રાજયો કરતાં અલગ પ્રશાસનિક સંસ્કૃતિ છે, ત્યારે લોકકલ્યાણના ધાર્યા પરિણામો મેળવી શકાશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

Img 3206        સૌને સીએમ ડેશબોર્ડ સાથે જોડાવાનો અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો અને જણાવ્યું કે હવે બધુ જ ડેટાબેઝડ બની રહયું છે ત્યારે પરર્ફોમન્સ જ સી.આર.ની ગરજ સારશે.

મુખ્યમંત્રીશ્રીએ પબ્લીક ડીલીંગમાં વધુ સારી અને લોકોને સંતોષ આપનારી સેવા આપવાનો ધ્યેય રાખવાનો અનુરોધ  કર્યો હતો. તેમણે જણાવ્યું કે સમસ્યાઓ ભલે અંતહિન હોય પણ દરેકનું સમાધાન હોય છે. આપણે મોકળાશથી સાથે મળીને વિચાર વિમર્શ કરીએ અને લોક સમસ્યાઓના ઉકેલ શોધીએ. સામૂહિક અને મુકતચિંતનથી રાજયને વિકાસની સચોટ દિશામાં લઇ જવાનો વિશ્વાસ એમણે વ્યકત કર્યો હતો. પ્રશાસકોની યુવાપેઢી ટેકનોસેવી છે ત્યારે ટેકનોલોજીના વિનિયોગને જનકલ્યાણનું સશકત માધ્યમ બનાવવા પર તેમણે ભાર મૂકયો હતો.

ટીમ ગુજરાત કલેકિટવ રીસ્પોન્સિબિલિટી- કલેકિટવ ડિસિશનકલેકિટવ વર્ક કલ્ચરથી ગુજરાતને વિકાસ રાહે અવ્વલ અને અડિખમ રાખશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રીએ ડીસીસીવ, પારદર્શક અને પ્રમાણિક પ્રશાસન દ્વારા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની પરંપરાઓને આગળ ધપાવવા અનુરોધ કરવાની સાથે જણાવ્યું હતું કે ગુજરાત ટોચ પર છે અને દેશ ગુજરાત પાસેથી દિશા દર્શનની અપેક્ષા રાખે છે આપણે એ અપેક્ષા સંતોષીએ.

Img 3204

મુખ્ય સચિવશ્રી જે.એન.સિંઘે ગુજરાતે છેલ્‍લા  બે દાયકામાં  સાધેલ  વિકાસની  આંકડાકીય  રૂપરેખા  આપી  આ  ચિંતન શિબિરના  માધ્યમથી ગુજરાત  વિકાસના  તમામ  ક્ષેત્રોમાં  નવી  ઉંચાઇ  સર  કરશે તેમ જણાવ્‍યું હતું.

શ્રી સિંઘે જણાવ્‍યું કે સમગ્ર દેશમાં  ગુજરાત  આજે વિકાસનું  ગ્રોથ એન્‍જીન  બન્યું છે. આ  ચિંતન શિબિરમાં શહેરી  વહીવટના  પડકારો, કૃષિ  વિકાસની તકો,  જાહેર  આરોગ્યમાં માતા બાળ-મુત્યુદર  ઘટાડો,  કૂપોષણ સમસ્‍યા, આંતર  માળખાકીય સુવિધા  વિસ્‍તાર ઉપરાંત ગ્રામ  વિકાસ, પ્રાથમિક  શિક્ષણ ગુણવતા સુધારણા  અંગે સવિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

પ્રારંભમાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંઘે સૌનો આવકાર  કરતા જણાવ્‍યું કે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શાસન વ્‍યવસ્‍થામાં  પ્રગતિશીલતા,  પારદર્શીતા,  સંવેદનશીલતા  અને  નિર્ણાયકતાને ગુજરાતના  વિકાસના આધાર  સ્‍તંભો બનાવ્‍યા છે.

Tishu Caltucher Leboretry 2

સંસ્‍કારી નગરી વડોદરાના  આંગણે  યોજાઇ રહેલી ચિંતન શિબિર  આવનાર  દિવસોમાં  ગુજરાતના  વિકાસની  નવી  દિશા નક્કી કરશે તેમ  જણાવતા શ્રીમતી  સંગીતાસિંઘે જણાવ્‍યું કે રાજ્યના વિકાસ માટેનું આ સર્વગ્રાહી  ચિંતન ટીમ ગુજરાત માટે  હકારાત્‍મક ઉંર્જાનું ચાલક બળ બનશે અને ગુજરાત વિકાસના વધુ વૈશ્વિક શિખરો સર કરશે.

અંતમાં સ્‍પીપાના મહાનિર્દેશક શ્રી ધનંજય દ્રિવેદીએ સૌનો આભાર વ્‍યક્ત કર્યો હતો.

આ ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીમંડળના સદસ્‍યો, વરીષ્‍ઠ સચિવો, કલેક્ટરશ્રીઓ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રીઓ  સહિત પ્રોબેશનરી સનદી અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.