Abtak Media Google News

કોરોના વાયરસના કારણે દેશભરમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. કોરોના વાયરસ ન ફેલાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સર્તક છે. ગીર સોમનાથ જિલ્લાના નોકરીયાત અને વિધાર્થીઓ અમદાવાદમાં લોકડાઉનમાં ફસાઈ જતા તેઓને તેમના માદરે વતન લાવવા માટે સામાજીક અગ્રણી રીતેશભાઇ ફોફંડીએ સફળ પ્રયાસો કર્યો હતા.જેથી તમામ લોકો તેમના માદરે વતન પહોંચી ગયા છે.

સામાજીક અગ્રણી રિતેષભાઈ ફોફંડી દ્રારા અમદાવાદ ખાતેથી ૯૧ વિધાર્થી, નોકરીયાત લોકોનો સંપર્ક કરી અમદાવાદથી ત્રણ બસો દ્રારા  ગીર સોમનાથ લાવવામાં આવ્યા.

004 2

તેમને ગીર સોમનાથ જિલ્લાની ચેક પોસ્ટ પર મોડી રાત્રે આરોગ્ય વિભાગ દ્રારા દરેક વ્યક્તિનું સ્કીનીંગ અને આરોગ્યની તપાસ કરવામાં આવેલ છે.

તેઓને સોમનાથ ફેસેલીટી કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. બે દિવસ સુધી સતત તેમના આરોગ્યની તપાસણી કરવામાં આવશે. તપાસણી દરમ્યાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો તેના સેમ્પલ લેવામાં આવશે અને બાકીના વ્યક્તિઓને તેમના ઘરે હોમકોરોન્ટાઈનમાં રાખવામાં આવશે.

002 7

રીતેશભાઈ ફોફંડીએ બન્ને જિલ્લાની જરૂરી મંજુરી મેળવી હતી અને તેમનો આર્થિક સહયોગ રહ્યો હતો. સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમાનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.