Abtak Media Google News

INIFD ના સેન્ટરહેડ નૌશિક પટેલ અને વિઘાર્થીઓ ‘અબતક’ની મુલાકાતે

યુ.કે. સ્થિત ભારત ભવન ખાતે હાઇ કમિશ્નર સિન્હાએ વિદ્યાર્થીઓને સન્માનપત્ર અર્પણ કર્યુ

આઇ.એન.આઇ. એફ.ડી. રાજકોટનાં ૯ વિઘાર્થીઓએ લંડન ફેશનવિકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લઇ ભારતીય કપડાની વિવિધતા રજુ કરી હતી તેના પરિણામ સ્વરુપે યુ.કે. સ્થિત ઇન્ડીયા હાઉસ ખાતે આ વિઘાર્થીઓને આમંત્રીત કરી સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. આ અંગે વિસ્તૃત વિગતો આપવા આઇ.એન.આઇ.એફ.ડી. રાજકોટનાં સેન્ટર હેડ નૌશિક પટેલ તેમજ વિઘાર્થીઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Dsc 8157સમગ્ર વિશ્ર્વના ફેશન જગતમાં ભારત પણ પોતાનો સિંહફાળો નોંધાવતું આવ્યું છે અને સમગ્ર વિશ્ર્વએ તેની નોંંધ પણ લીધી છે ત્યારે ફરી એક વખત વિશ્ર્વ કક્ષાએ ફેશન જગતમાં ભારતમાંથી લંડન ગયેલા INIFD ના પ૦ વિઘાર્થીઓમાં INIFD રાજકોટના ૯ વિઘાર્થીઓએ લંડન ફેશનવિકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લઇ ભારતીય કપડાની વિવિધતાને ત્યાં રજુ કરી તેના પરિણામ સ્વરુપે યુ.કે. સ્થિત ઇન્ડીયા હાઉસ ખાતે ભારતના હાઇ કમિશ્નર વાય.કે. સિન્હાએ વિઘાર્થીઓને આમંત્રિત કરી સન્માનપત્ર આપ્યા હતા.

ભારતના પ૦ વિઘાર્થીઓમાં INIFD રાજકોટના ૯ વિઘાર્થીઓ લંડન ફેશનવિકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લેવા ગયા હતા. જેમાં ઉર્મિલા પરસાણા, કેયુર ટોપિયા, નિકુંજ વઘાસીયા, ઇશિકા કકકડ, ગ્રિષ્મા પરસાણા, સુચી કાલરીયા, જાનકી ખાચર, હિમાંશી પરસાણા અન હેતલ ત્રિવેદીનો સમાવેશ થાય છે. લંડનમાં તેઓ એક માસ રોકાયા અને ફેશન વિશ્ર્વના વિવિધ પાસાઓ જેવા કે વિશ્ર્વમાં નવી ફેશનમાં ભવિષ્યમાં શું આવશે ? નવા મટીરીયલ્સ નો કઇ રીતે ઉપયોગ કરાય ? ઇન્ટરનેશનલ બ્રાન્ડસ અને આંતરરાષ્ટ્રીય ડીઝાઇનરો સાથે રહી તાલીમ મેળવી હતી એટલું જ નહીં લંડનમાં રહેલ પ્રખ્યાત કપડાંના શોરુમ, ઇન્ડસ્ટ્રી વગેરેની મુલાકાત લઇ કારકીર્દી લક્ષી જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેશન જગતને આપેલ પાંચ એફ ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન એન્ડ ફેશન ટુ ફોરેન ને આ વિઘાર્થીઓ થકી સાકાર થતું જોઇ તેમની ભારતીય ટેકસટાઇલ ઉઘોગ પ્રત્યેની કાર્યદક્ષતાને સન્માનીત કરવા હાઇકમિશ્નર વાય.કે.સિન્હાએ લંડન સ્થિત ભારત ભવનમાં વિઘાર્થીઓને આમંત્રિત કરી તેનું સન્માન કર્યુ હતું. જે એક ગૌરવપ્રદ ઘટના ગણી શકાય. આ તકે INIFD ના સી.ઇ.ઓ. અનીલ ખોસલા તેમજ એડરીન માટે ખાસ હાજર રહી વિઘાર્થીઓને સંબોધીત કર્યા હતા.

Dsc 2093

રાજકોટના વિઘાર્થીઓએ તેમની સફળતાનો તમામ શ્રેફ INIFD રાજકોટના સેેન્ટર હેડ નૌશિક પટેલને આપ્યો હતો. નૌશિક પટેલે જણાવ્યું હતું કે, અમે ખુબ ગર્વ અનુભવિએ છીએ કે રાજકોટના એક સાથે ૯ વિઘાર્થીઓનું સૌ પ્રથમ વખતે યુ.કે. માં ભારતના હાઇકમીશન દ્વારા ખાસ આમંત્રિત કરી સન્માન થયું. વિશ્ર્વના ચાર સૌથી મોટા ફેશનવિકમાંના એક લંડન ફેશનવિકની મેનેજમેન્ટ ટીમમા અમારા વિઘાર્થીઓને સ્થાન મળે છે તેજ અમારા માટે ગર્વની વાત છે. ભવિષ્યની પેઢી માટે તેમજ ઉગતા ડીઝાઇનરોને મૂલ્યવાન પ્લેટફોર્મ પર રજુઆત કરવાની તક અપાય છે. જેમાં ભારતની ભાતીગળ ઢબ અને જીવન શૈલી સાથે વણાયેલ INIFD સઁસ્થા એ અધિકૃત રીતે ભાગીદાર છે અને સતત સાત વર્ષથી તે વિઘાર્થીઓને ખીલવવાની અને આ ઉચ્ચ પ્લેટફોર્મ પુરુ પાડવાની તક આપે છે. અમારો ઘ્યેય વિઘાર્થીમાં રહેલી ટેલેન્ટ વિશ્ર્વફલક પર વિસ્તરે અને તેની કારર્કીદી ઘડાય તેવો છે INIFD વિશે વધુ માહીતી માટે નૌશિકભાઇ પટેલ મો. નં. ૯૮૯૮૨ ૨૨૯૯૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.