Abtak Media Google News

મોરબીના મકરાણીવાસમાં આવેલા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ૯ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે રોકડ રૂ. ૫.૦૩ લાખ જપ્ત કર્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મકરાણીવાસમાં બ્રાહ્મણની ભોજશાળા પાછળ આવેલા મકાનમાં જુગાર રમતા જાવેદ અખ્તર બ્લોચ, ઇસ્માઇલ ચારમહમદ બ્લોચ, સંજય રૈયા રાતડીયા, નિકુંજ પ્રફુલ દેત્રોજા, અબ્દુલ ખમીશા વાઘેર, હસમુખ ભરત લખતરિયા, અનિલ કુંવરજી મુંજારીયા, ઈરફાન અલરખા ચિચોદરા, અસલમ સલીમ ચાનીયાને પકડી પાડવામાં આવ્યા હતા.

એ ડિવિઝન પોલીસે નવેય આરોપીની ધરપકડ કરી રોકડ રૂ. ૫.૦૩ લાખ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.