Abtak Media Google News

શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણ ક.લહેરીના માર્ગદર્શન હેઠળ ભકતો સોશ્યલ મીડીયા પ્રવાહ દ્વારા શ્રી સોમનાથ તીર્થધામ સાથે સંપર્કમાં આવે. તેમજ પ્રચાર અને પ્રસારને પ્રાધાન્ય મળે તેવા આશ્રય સાથે વર્ષ ૨૦૧૫ થી સોશ્યલ મીડીયામાં દર્શન, આરતી ઉત્સવો, મહોત્સવો અપલોડ કરવાની શુભ શરુઆત કરવામાં આવેલ.

ફેસબુક વર્ષ ૨૦૧૮ માં ૯.૯૮ કરોટ ભકતોએ વર્ષ પર્યન્ત સોમનાથ મહાદેવના દર્શન, લાઇવ ઇવેન્ટ, આરતી, ઉત્સવ મહોત્સવ વિગેરે નિહાળી સોશ્યલ મીડીયાથી સોમનાથ સાથે જોડાય સ્થાપીત કરેલ છે. આ દર્શકોમાં ભારત સહિત અમેરિકા, નેપાળ, આરબ અમીરાત, કેનેડા, કુવેત, સા. અરેબિયા, કેનયા, ઓમાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સા. આફ્રિકા, ફિલિપાઇન્સ, હોંગકોંગ, રશીયા, ચાઇના, ભુટાન, ફ્રાન્ટ, જાપાના, ઇન્ડોનેશીયા સહીત ૪૬ દેશોનો સમાવેશ થાય છે. આ પ્રમાણે વિશ્ર્વસ્તરે ખુબ પ્રચલિત ટવીટર જેમના પર દેશ-વિદેશના લોકો ખુબ જ આગવી છાપ ધરાવે છે. આટવીટર પર વર્ષ-૨૦૧૮ માં ૮૫ લાખ જેટલા ભકતોએ દર્શન આરતી સહીતનો લાભ લીધો હતો.

સોશ્યલ મીડીયા ખુબ સારી રીતે કાર્ય કરે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટના આઇટી તથા પી.આર.ઓ. વિભાગ દ્વારા ચોકસાઇ પૂર્વક તેની કામગીરી કરવામાં આવે છે. સાથે જ આ બાબતે સિધુ મોનીટરીંગ ટ્રસ્ટના  જનરલ મેનેજર એકઝીકયુટીવ  ઓફીસરશ્રી દ્વારા કરવામાં આવતું હોય છે. વર્ષ ૨૦૧૯ દરમ્યાન ઉજવવામાં આવનાર ઉત્સવો- મહોત્સવો પણ સોશ્યલ મીડીયામાં લાઇવ થતા રહે અને ભકતો સોશ્યલ મીડીયા દ્વારા સોમનાથ તીર્થધામ સાથે જોડાઇ તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.