Abtak Media Google News

તેઓ કલા ગ્રંથોનું વાંચન ખૂબજ ચીવટપૂર્વક કરે, જ‚રી લાગતા મુદાઓને નોટમાં ટપકાવીને આશ્રમ શાળાઓની બાળાઓ વચ્ચે જઈને પ્રાર્થના સભામાં ચર્ચા કરે છે

બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે.. સરદાર ક્ધયા વિદ્યાલય છેલ્લા ૫૬ વર્ષથી કાર્યરત છે દક્ષિણ ગુજરાતના ઉચ્છલ-નિઝર -વ્યારા -કપરાડા- સોનગઢ થી લઈને ધરમપુર સુધીની કોરિડોર પટ્ટી માંથી આવતી આદિવાસી દીકરીઓને લોકશિક્ષણ સાથે કેળવણી આપવાનું કાર્ય ૮૨ વર્ષની ઉંમરે પણ નિરંજનાબા કલાર્થી કરી રહ્યા છે શિક્ષા, સમાજસેવા અને સંસ્કાર સિંચનને જીવન સમર્પિત નિરંજનાબા આજે પણ કાર્યરત છે . સરદાર સાહેબના ખોળામાં રમવાના સદભાગ્યને લીધે સ્વરાજની લડતમાં જીવન સમર્પિત જીવન જીવનાર માતા-પિતાનો ત્યાગ, સેવા અને સમર્પણ નો ભવ્ય વારસો  એમને મળ્યો છે ….ભગિની પ્રજ્ઞાબેન કલાર્થી …કલાપ્રતિષ્ઠાન ની કલાપ્રવૃત્તિ અંગેની મારી સાથે વાતો કરે અને અભિનંદન પાઠવે.. કલાગ્રંથો અંગેની ચર્ચા કરતા જણાવે કે નિરંજના બા આજે પણ આ કલાગ્રંથોનું વાચન ખૂબ જ ચિવટ પૂર્વક કરે  જરૂરી લાગતાં મુદ્દાઓને નોટમાં ટપકાવે પછી આશ્રમશાળાઓની બાળાઓ વચ્ચે જઈને પ્રાર્થના સભામાં વાતો કરે વર્ગમાં અપાતા પ્રોજેક્ટ કે હસ્તલિખિત અંકોમાંઆ બાળાઓ ભરપૂર ઉપયોગ કરે ….ઘણીવાર તો પુસ્તકાલયમાં એક કલાગ્રંથ માટે ૧૦  થી ૧૨ દીકરીઓ હકદાર બને ત્યારે જરૂરિયાત પ્રમાણે ઉપયોગી પેજની ઝેરોક્ષ કરાવીને દીકરીઓને આપવી પડે. નિરંજના બા જ્યારે પણ ફ્રી થાય ત્યારે અમારા ઘરના બાળકો ને કલાગ્રંથમાં આવતી વિગતો, ચિત્રો અને કલાકારો નો પરિચય કરાવે આ લાભ ચોથી પેઢી સુધીના બાળકો અમારા પરિવારમાં લઈ રહ્યા છે જે અમારા પરિવાર માટે ખુશીની વાત છે. આ છબી એની સાક્ષી છે. આવી ઘટનાઓનો ચિતાર સામે આવે ત્યારે હું  ભાવવિભોર  બની જાઉ છું… ઈશ્વર નો નત મસ્તકે આભાર માનું છું કે આવા પવિત્ર કાર્યમાં મને જોડીને ભાગ્યશાળી બનાવ્યો છે તેનો અનહદ રાજીપો છે. કરેલું કામ સાર્થક થાય ત્યારે આનંદ બેવડાય જ જે આપ સૌ સમક્ષ મૂકતા ધન્યતા અનુભવું છું..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.