Abtak Media Google News

ભારતીય મુળનાં ઈનસીસ કંપનીનાં સીઈઓ જોન નાથ કપુરને અમેરિકાની બોસ્ટન કોર્ટે ફટકારી સજા

અમેરિકાનાં જન આરોગ્ય સાથે ચેડા કરનાર અને નબળી ગુણવતાવાળી દવાઓનું ઉત્પાદન કરતાં ભારતીય મુળનાં જોન નાથ કપુરને નબળી ગુણવતાવાળી દવાઓ બનાવવા માટે બોસ્ટન કોર્ટે સજા ફટકારી છે. વિગતવાર વાત કરવામાં આવે તો ઈનસીસ કંપની દ્વારા સબસીઝ નામે બહાર પાડવામાં આવતાં પેનકિલીંગ સ્પ્રેમાં ૮૦ ટકાથી વધુ ઘાતક એવા અફિણ પદાર્થ જેવા પદાર્થનો ઉપયોગ કરવાથી કુલ ૪ લાખ લોકોનાં મોત ૧૯૯૯ થી ૨૦૧૮ સુધીમાં નિપજયા છે.

અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં દવાનાં ઉત્પાદનમાં ઘાતક અને આરોગ્ય માટે જોખમી દવાઓ ઉપર પ્રતિબંધ જાહેર કરવાનાં બીજા જ દિવસે અમેરિકામાં ખુબ જ જાણીતી અને એરીઝોના વિસ્તારમાં ચાલતી ઈનસીસ કંપનીનાં માલિક કે જેઓ ભારતીય મુળનાં છે તેઓને દવાઓમાં ઘાતક કેમિકલનો ઉપયોગ કરવાનાં કારણે બોસ્ટન કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. અમેરિકામાં રહેતા અને મુળ ભારતીય અને અમૃતસરમાં જન્મેલા દવા કંપનીનાં કરોડપતિ સીઈઓ દ્વારા દવાઓનાં ઉત્પાદનમાં ગેરરીતિ અને ભેળસેળથી લાખો અમેરિકી નાગરિકોનાં મૃત્યુ નિપજયા હતા તે માટે જવાબદાર ઠરતા કોર્ટે જોન નાથ કપુર સામે આકરી કાર્યવાહીનાં નિર્દેશ આપ્યા છે.

બોસ્ટન કોર્ટમાં ચાલેલા કેસમાં વાંધાજનક અને જોખમી દવાઓ બનાવી તબીબોને આ દવાઓ પ્રિસક્રાઈપ કરવાના જુઠાણા ચલાવી આચરેલા કૌભાંડમાં આરોપીઓ પાસેથી વાંધાજનક દવાઓ મળી આવી હતી. ઝોન નાથ કપુર દ્વારા આચરેલા કૌભાંડમાં દવાઓની ભેળસેળ અને હલકી ગુણવતાવાળા ક્ધટેનની દવાઓથી મોટુ કૌભાંડ આચર્યું હતું. જોન નાથ કપુર જે દવાઓનું ઉત્પાદન કરતો હતો તેમાં ઓપોઈડનાં ઓવર ડાેઝથી અમેરિકામાં ૧૯૯૯ થી ૨૦૧૮ સુધીમાં કુલ ૪ લાખ લોકોનાં મૃત્યુ નિપજયા હતા. જયારે ૨૦ લાખથી વધુ લોકો દ્વારા દવાનાં સેવનથી હાનિકારક દવાઓનાં બંધાણી થઈ ગયા હતા.

હેરોઈન જેવાં ઘાતક પદાર્થોનો ઉપયોગ જોન નાથ કપુર દ્વારા દવાઓનાં ઉત્પાદનમાં કરવામાં આવતું હતું. આ કૌભાંડમાં અમેરિકન સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલી દવાઓનાં છાણાખૂણે છુટક વેચાણ થતું હોવાની બાતમીનાં આધારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને બોસ્ટન કોર્ટ દ્વારા ભારતીય મુળનાં જોન નાથ કપુરને સજા પણ ફટકારવામાં આવી હતી. તેનાં દ્વારા સબસીઝ, ઓકસોકોન્ટીન જેવી પેઈન કિલર દવાઓનું વેચાણ કરવામાં આવતું હતું. જેનાથી અનેકવિધ લોકોને આ ઝેરી દવાઓની ગંભીર અસર થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.