Abtak Media Google News

સુરેન્દ્રનગર કોવિડ હોસ્પિટલમાંથી કોરોનાના વધુ ૮ દર્દીને રજા અપાઈ : તબિયત સુધરતા તમામને ઘેર મોકલાયા

સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરનો વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે અને જિલ્લાનો કોરોના પોઝીટીવ આંક-૯૦૦ને પાર પહોંચી ચુક્યો છે ત્યારે સુરેન્દ્રનગર સ્થિત મુખ્ય કોવીડ હોસ્પીટલમાંથી વધુ ૮ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંક અંદાજે ૯૦૦ને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે કોરોના પોઝીટીવ દર્દીઓને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવે છે..

અને સારવાર બાદ તાવ, શરદી કે ઉધરસ જેવા કોઈ લક્ષણો ન જણાતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર સ્થિત મુખ્ય કોવીડ હોસ્પીટલમાંથી વધુ ૮ કોરોના પોઝીટીવ દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.