Abtak Media Google News

સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શક પાઠશાળામાં ૩૦૦ વિદ્યાર્થીઓ જોડાયા: તજજ્ઞ પ્રફુલ્લભાઇ ગઢવીએ આપ્યું માર્ગદર્શન

સીસીસી યુજીસી અને સીસીડીસી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં યોજાનાર જી.પી.એસ.સી. વર્ગ ૧ અને ૨ પરીક્ષાઓનાં સામાન્ય જ્ઞાનના મુદ્દાઓ જાહેર વહીવટ, જાહેર નીતિ અને શાસન, શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્ર્વીકરણના પ્રભાવો, વૈદ્યાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયીક સંસ્થાઓ, માનવ અધિકારો, ભારતની વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો વગેરે વિષયો સંદર્ભે ગુજરાતના સામાન્ય જ્ઞાનના તજજ્ઞ પ્રફુલ્લભાઇ ગઢવીની એક દિવસીય કાર્યશાળા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી.

કાર્યશાળાના અઘ્યક્ષ સ્થાનેથી બોલતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દીર્ધદ્રષ્ટા કુલગુ‚ ડો.પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે, સમાજમાં જ્યારે બાળક મોટુ થાય ત્યારે માતા-પિતા આપમેળે મોટા થતા જાય છે અને સીસીડીસી સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તેનુ ગૌરવ છે. સમગ્ર ગુજરાતમાં વિવિધ સરકારી ભરતીઓ સંદર્ભે સીસીડીસીને કોઇ પર્યાય નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે સતત કાર્યશીલ છે. કમીટમેન્ટ એ સફળતાની ચાવી છે. દરેકમાં રહેલી ક્ષમતાને યોગ્ય રસ્તે વાળવાનો પ્રયાસ કરવો જ‚રી છે અને સાથે સાથે ઇશ્ર્વરમાં શ્રઘ્ધા પણ ખૂબ મોટી વાત છે.

વરિષ્ઠ સિન્ડીકેટ સભ્ય ડો. ભાવિનભાઇ કોઠારીએ કહ્યું હતું કે, પોતાની જાતને સતત ટકોર કરતો વિદ્યાર્થી ચોક્કસપણે સફળતાને વરે છે. શાસ્ત્રો મુજબ સફળતા અને નિષ્ફળતા ક્ષણિક છે પરંતુ આત્મવિશ્ર્વાસ મહત્વનો છે. હવે શું એ પ્રાણ પ્રશ્ર્ન સાથે ભવિષ્ય તરફ નજર દોડાવવી અનિવાર્ય છે.

ફિઝીક્સ ભવનના અઘ્યક્ષ પ્રો.હિરેનભાઇ જોષીએ આજના જમાનામાં ઇન્ફર્મેશન, કોમ્યુનીકેશન અને ટેકનોલોજીનું મહત્વ તથા ન્યુક્લિઅર ટ્રીટી, ઇસરો, સીટીબીટી વગેરે જેવા કરંટ ટોપીક ઉપર ભાર આપ્યો હતો.

સીસીડીસીના કોર્ડિનેટર અને ડિઝીક્સ ભવનના પ્રો. નિકેશભાઇ શાહે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સીસીડીસીના કોર્ડિનેટર અને ડિઝીક્સ ભવનના પ્રો.નિકેશભાઇ શાહે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સીસીડીસી તમામ વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી સંદર્ભે સતત કાર્યશીલ અને ચિંતાતુર છે. કાર્યક્રમના અંતે આભાર વિધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યદક્ષ રજીસ્ટ્રાર ડો. ધીરેનભાઇ પંડ્યાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.પરાગભાઇ દેવાણીએ કર્યુ હતું. કાર્યશાળાની શ‚આતમાં સુરેન્દ્રનગરના ડેપ્યુટી કલેકટર ડો.પંકજભાઇ વલવાઇએ જીપીએસસી વર્ગ ૧ અને રની પરીક્ષામાં સફળ થવા સંદર્ભે વિદ્યાર્થીઓને ગાગરમાં સાગર ‚પે ઉપયોગી માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશિષભાઇ કીડીયા, હિરાબેન કીડીયાએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.