Abtak Media Google News

ભારતમાં ૭૬ ટકા એલઈડી બલ્બ જોખમી હોવાનું રીસર્ચ ફર્મ નેલ્સોનના અભ્યાસમાં ફલિત થયું છે. દેશમાં મોટાભાગના ઉપયોગમાં લેવાતા એલઈડી બલ્બ હાનીકારક છે. એલઈડી બલ્બની નબળી ગુણવત્તા આ વાત માટે જવાબદાર છે. જેનાથી સરકારના મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને ફટકો પડી રહ્યો છે. સામાન્ય રીતે ઉત્પાદકોને સરકારની મંજુરી લેવી પડે છે. જેથી કેટલાક ઉત્પાદકો ચીનનો માલ આયાત કરે છે. જેથી સરકારની ટેક્સની આવક ઉપર પણ અસર થાય છે. હાલ સરકાર એલઈડી બલ્બની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપી રહી છે. જેનાથી જોખમ ઓછું રહે. ૪૩ ટકા બ્રાન્ડ્સ પોતાની પ્રોડક્ટ પર કંપનીનું સરનામું આપતી નથી. ૩૧ માલ પર તો ઉત્પાદકનું નામ જ હોતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.