Abtak Media Google News

એક તરફ યાંત્રિકકરણથી લોકો બેરોજગાર બની રહ્યા છે તો બીજી તરફ સરકારનું માનવું છે કે તેનાથી ગ્રોથ વધશે જે નોકરીની નવી તકો ઉભી કરશે

દુનિયાભરમાં ડેવલોપમેન્ટ માટે અનેક પ્રયોગો કરવામાં આવતા હોય છે ત્યારે હાલ ઉદ્યોગ ખર્ચમાં કાપ મૂકવા અને કાર્યક્ષમતા વધારવા માટે સઇન્ડસ્ટ્રીઓ, મલ્ટીનેશનલ નેશનલ કંપનીઓ આધુનિકરણ માટે ઓટોમેશન સ્વીકારતાં થયા છે. ઇન્ડસ્ટ્રીના એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે આઇટી અને બીપીઓ સર્વીસ ઉદ્યોગ ઓટોમેશન અને કૃત્રિમ બુઘ્ધિનો ઉપયોગ કરી રહ્યા છે. જેના પગલે આગામી પ વર્ષમાં ૭.૬૦ ાખ કારીગરો બેરોજગાર થશે.

કંપનીઓ બેઝીક ડિમાન્ડ માટે કારીગરોને નિયુકત કરતા હોય છે ત્યારે હવે યાંત્રીકરણ સાથે કંપનીઓ કારીગરોને પગાર આપવા કરતા વધુ પ્રમાણમાં યાંત્રીકરણ (ઓટોમેશન) તરફ વાળવાનું સ્વીકારતાં થયા છે. નોકરીની ભૂમિકાઓ નીચા કુશળ કારીગરોથી વિકસતી હોય છે. જો કે ઉચ્ચ કુશળ કારીગરો જટીલ કાર્યો કરતા હોય છે. જેમાં તેની નિર્પુણતા, સ્વયંમસતા સાચવવાની ક્ષમતા હોય તો તેવા લોકોને તકલીફો સર્જાશે નહીં. ઓટોમેશનને અપનાવવાથી બેરોજગારી નો આંકડો વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩ લાખે પહોંચી જશે.

હરીફાઇના યુગમાં યાંત્રિકરણે જાણે લાખો કારીગરોના પેટ પર પાટા માર્યા હોય તેમ છવાઇ રહ્યું છે. ત્યારે લાગે છે કે માણસની તુલના મશીનોની સાથે કરવામાં આવે છે ત્યારે આધુનીકી યાંત્રીકરણ ઉઘોગ ક્ષેત્રે, આર્થિક બચત બાબતે બાજી મારી જાય છે. તો ઘણી કંપનીઓમાં રોબોટીક મશીનો તો છે જ પરંતુ હવે તે મશીનોને ઓપરેટ કરવા માટે પણ રોબોટ (ડીજીટાઇઝેશન) રાખવામાં આવશે જેની સીધી અસર આગામી સમયમાં મઘ્યવર્ગથી લઇને હાઇ પ્રોફાઇલ સુધીના લોકોને થશે. તો એચએફએસ કંપનીનું માનવું છે કે યાંત્રિકરણનો જેટલો વધુ ઉપયોગ કરવામાં આવશે. તેની સાથે જ ઉચ્ચ સ્તરની નોકરીઓની તક અને કાર્યક્ષ્ામતા વધી જશે કારણ કે યાંત્રીકરણથી તેમને ગ્રાહકોના સંતોષ અને માંગને લગતા પ્રશ્ર્નોનું નિવારણ કરવું સરળ બને છે. એક રિસર્ચ પ્રમાણે ભારત અને યુએસમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં કુલ ૧૦ ટકા કારીગરોની આવશ્યકતામાં ઘટાડો થશે. વર્લ્ડ બેંકોનું માનવું છે કે ડીજીટલ ડીવીડન્ડસને કારણે ભારતમાં ૬૯ ટકા લોકો વર્ષ ૨૦૧૬માં બેરોજગાર થયા છે. તે બીજી તરફ સરકારનું માનવું છે કે યાંત્રીકરણ અને ડિજીટાઇઝેશનથી બેરોજગારી નથી થઇ રહી પરંતુ વિકાસ તો થઇ રહ્યો છે તેથી નોકરીની અનેક નવી તકો બહાર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.