Abtak Media Google News

પ્રસારણ યાત્રાના ૬ દાયકા પૂર્ણ

૪ જાન્યુઆરી-૧૯૫૫માં બાલભવનના પટાંગણમાં રાજકોટ રેડિયો સ્ટેશનનો શુભારંભ થયો હતો; છેલ્લા ૬૫ વર્ષથી માહિતીપ્રદ-શૈક્ષણિક અને આરોગ્ય વિષયક કાર્યક્રમો ગુંજી રહ્યા છે

રાજકોટનું રેડિયો સ્ટેશન ૧૯૫૫ની સાલના પ્રારંભે જ શરૂ થયું હતુ. આજે તેનો ૬૭મો સ્થાપના દિવસ ઉજવાય રહ્યો છે. પ્રારંભે ભારતમાં આઝાદી બાદ ૩ રેડિયો સ્ટેશનમાં દિલ્હી-મુંબઈને મદ્રાસમાં શરૂ થયા હતા. દેશની પ્રથમ પંચવર્ષિય યોજનામાં રાજકોટને ફાળે રેડિયો સ્ટેશન મળ્યું રાજકોટને કેન્દ્ર મળે તે માટે પાયાના લોકોએ રજૂઆતો કરી હતી, જેમાં મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર, દુલાભયા કાગ જેવાએ મહેનત કરીને રેડિયો સ્ટેશન શરૂ કરાવેલ હતુ. આકાશવાણી રાજકોટ ગુજરાતનું ત્રીજુ રેડિયો સ્ટેશન હતુ ગુજરાતમાં પહેલું વડોદરા ૧૯૩૯માંને અમદાવાદ ૧૯૪૯માં શરૂ થયું. રાજકોટ રેડિયો સ્ટેશન પ્રારંભે ૧ કિલોવોટનું ટ્રાન્સમિશન હતુ જેને ૧૯૮૭માં ૩૦૦ કિલો વોટ અને મીડીયમ વેવ સુધી વિસ્તારવામાં આવ્યું હતુ.

રાજકોટ રેડિયો સ્ટેશન રૂલર એરીયાને ૯૯.૯૯ ટકા શ્રોતાઓને રેડિયોના માધ્યમથી જોડે છે. રાજકોટ રેડિયો સ્ટેશન ઉપરથી ખેતી વિષયક, ઉપરાંત શૈક્ષણિક-યુવા વર્ગને માટે બહેનો માટે સાહિત્ય અને સંતવાણીના કાર્યક્રમો રજૂ થયા જે આજે પણ સમગ્ર દેશમાં લોકપ્રિય છે. રાજકોટ સ્ટેશનનો બાલજગત કાર્યક્રમ તો બાળકો માટે પ્રોત્સાહનનું સરોવર બની ગયો હતો.

રાજકોટ રેડિયો સ્ટેશનની ગુજરાત અને દેશમાં ઓળખઉભી કરાય જેમાં હેમુગઢવી, દિવાળીબેન ભીલ, હેમંત ચૌહાણ, ભીખુદાન ગઢવી જેવા મહાન કલાકારોનો સિંહ ફાળો છે. આ ઉપરાંત જાણીતા કલાકારો અને સાહિત્યકારોનાં ઈન્ટરવ્યું સાથે સંસ્કૃતિની ધરોહર સમા વિવિધ શ્રેષ્ઠ કાર્યક્રમો રાજકોટ કેન્દ્રનો ભવ્ય વારસો છે.

બદલાતા સમયના વહેણ અને ઈન્ફરમેશન ટેકનોલોજીનાં યુગમાં આકાશવાણી રાજકોટ કેન્દ્ર એ પણ સોશિયલ મિડિયાના ફેસબુક, ટવીટ્ર અને યુ ટયુબ જેવા માધ્યમો સાથે ક્ષયૂતજ્ઞક્ષફશનિી પ્લેસ્ટોર ઉપર એપ્લીકેશનના માધ્યમથી વિશ્ર્વના તમામ ગુજરાતી લોકો સાથે જોડાયેલ છે. આજે પણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનાં શ્રોતાઓને અર્ચના-રત્નકણિકા-યુવવાણી, સહિયર-બાલસભા, અડકોદડકો, મધુવન, જયભારતી, ગામનો ચોરો સંતવાણી વિગેરે જેવા કાર્યક્રમોથી સતત માહિતી મનોરંગ પૂરૂ પાડે છે.

આકાશવાણી રાજકોટ કેન્દ્રનો સુવર્ણ વારસો છે: વસંત જોષી આસિ. ડાયરેકટર-આકાશવાણી

Img 20210104 Wa0319

આજે ૬૭માં સ્થાપના દિવસે આકાશવાણી રાજકોટ કેન્દ્રની લાંબી પ્રસારણ યાત્રામાં મહાન કલાકારો સાથે લોકોને મનોરંજન મળતું રહ્યું છે. સૌરાષ્ટ્રની કાઠિયાવાડ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો થકી રાજકોટ કેન્દ્રએ સમગ્ર દેશમા નામ રોશન કરેલ છે. કોરોના મહામારીના પગલે રાજકોટ કેન્દ્રએ લોકોને સાચી અને વૈજ્ઞાનિક માહિતીથીવાકેફ કર્યાનો આનંદ છે. રાજકોટ કેન્દ્રના લાખો શ્રોતાઓ આજે પણ પત્ર દ્વારા વિવિધ ફરમાઈશ મોકલીને મનોરંજન મેળવી રહ્યા છે. ૨૦૦૫મા એઈડસ ઉપરની ‘લિશન-લર્ન એન્ડ લીવ’ કાર્યક્રમ શ્રેણીને ઈન્ટર નેશનલ એવોર્ડ મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.