Abtak Media Google News

લોહી ગંઠાવામા મદદરૂપ ૧૩ પૈકીના ૧ ઘટકની ખામી જીવલેણ બની શકે: ગર્ભધારણ બાદ ત્રણ મહિને હિમોફીલીયાનું ચેકઅપ કરાવવું આવશ્યક

લોકજાગૃતી માટે અશોક ગોંધીયા મેમોરિયલ હિમોફીલીયા કેર સેન્ટર દ્વારા કાર્યક્રમ યોજાયો

હીમોફીલીયાએ વારસાગત રોગ છે. જેમાં લોહી જામવાના ૧૩ ઘટકોમાંથી કોઈ પણ એકની ખામીથી દર્દીનું લોહી સામાન્યક માણસની જેમ જામતું કે ગંઠાતુ નતી સામાન્ય ઈજા અથવા ઈજા વગર પણ રકતસ્ત્રાવ ચાલુ થાય તો તે જીવન રક્ષક ઈન્જેકશન વગર બંધ થતુ નથી. મગજ, કિડની, આંતરડાનો રકત સ્ત્રાવ જીવલેણ પણ બને છે. અથવા જીવનભર અપંગતા લાવી શકે છે. આ રકત સ્ત્રાવ બંધ કરવા માટે મોંઘા ભાવના ઈન્જેકશન આપવામાં આવે છે. જેનો ખર્ચ આશરે ૨૦ થી ૩૦ હજાર થાય છે. ગુજરાતમાં આશરે ૬૦૦૦ જેટલા લોકોને હિમોફીલીયા છે જન્જાત રોગ છે. તેમાંથી બચવા માટે માતાના ગર્ભમાં જયારે બાળક હોય ત્યારેજ ચેકઅપ કરાવવું હિતાવહ છે.

હિમોફીલીયા રોગ કે જેનાથી તમામ લોકો પરિચિત નથી તેવા લોકોમાં જાગૃતી માટે અશોક ગોંધીયા મેમોરીયલ હિમોફીલીયા કેર સેન્ટર અને હિમોફીલીયા સોસાયટી ઓફ રાજકોટ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન અટલ બિહારી બાજપાઈ ઓડિટોરીયમ પેડક રોડ ખાતે કરવામાં આવેલ હતુ જેમાં મુખ્ય વકતા તરીકે જય વસાવડા અને નેહલબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

હેમરાજભાઈ કાસુંન્દ્રા પ્રમુખ અશોક ગોંધીયા મેમોરીયલ હિમોફીલીયા એ અબતક કેર સેન્ટર સાથેની વાતચીતમાં જણાવ્યું કે હિમોફીલીયા એ એવો રોગ છે. કે જેનાથી લોકોના શરીરમાંથી આપોઆપ રકતસ્ત્રાવ થાય છે. ઉપરાંત સાંધામાંથી રકતસ્ત્રાવ થવાથી વ્યકતી વિકલાંગ પણ થઈ શકે તેનાથી બચવા જયારે રોગની જાણ થાય ત્યારે જ તેના અંગેની સારવાર લઈ લેવી જોઈએ ઉપરાંત મગજ કિડની, જેવા અંગમાં રકત સ્ત્રાવ થતા તે જીવલેણ બની શકે છે.

હિમોફીલીયા સોસાયટી ઓફ રાજકોટ ચેરીટેબલ ટ્રસ્ટના સેક્રેટરી સોનલબેન સાકરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હિમોફીલીયાને રોકવા માટે સ્ત્રીઓ જાગૃત થાય તે ખૂબજ જરૂરી છે. કારણ કે સ્ત્રી જયારે ગર્ભધારણ કરે તેના ૩ મહિના બાદ હિમોફીલીયા ચેકઅપ કરાવવું જોઈએ કારણ કે હિમોફીલીયા એ જન્મજાતક બિમારી છે. માતાના ગર્ભમાં જ બાળકની સારવાર શરૂ કરી દેવામા આવે તો એક જીંદગી બચાવી શકાય.

મુખ્ય વકતા તરીકે આવલે નેહલબેન ગઢવીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ વિકલાંગોને અભ્યાસ કરાવે છે. એટલા માટે તે વિકલાગતાની વેદનાને સારી રીતે સમજી શકે છે. ઉપરાંત હિમોફીલીયા અંગે લોકો જાણકારી ધરાવતા નથી. તો લોકો માટે જાગૃતી પ્રોગ્રામ થવા જોઈએ કે જેનાથી લોકોમાં જાગૃતી આવે હિમોફીલીયાના દર્દીઓને લોકો સામાન્ય નજરે જોતા નથી તો આ દ્રષ્ટીકોણ બદલી હિમોફીલીયાના દર્દીને પણ સામાન્ય જીવન જીવવાનો અધિકાર છે. તેઓ પણ સામાન્ય માણસ જ છે.

કિરણ અવાસીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હિમોફીલીયા કોઈ રોગ નથી એ એક પ્રકારની ખામી છે. કે જેમાં લોહીમાં આવેલ અલગ અલગ ૧૩ પ્રકારનાં પ્રોટીનથી લોહી ગંઠાય જાતુ હોય છે. પરયંતુ ૫૩માંથી કોઈપણ એક પ્રોટીન ઘટતુ હોય તો લોહી ગંઠાતુ નથી સાંધાઓમાંથી બ્લીડીંગ થાય તો વ્યકિત અપંગ થઈ શકે છે. ઉપરાંત વાયરલ ઓર્ગન જેવા કે મગજ, કિડની, આંતરડામાં બ્લીડીંગ થાય તો તે જીવલેણ થઈ શકે છે. આ રોગની સારવાર વિદેશથી આવતા મોઘા ભાવના ઈજેકશન છે.જે સામાન્ય માણસને પોસાય તેમ નથી.

પરંતુ રાજકોટ હિમોફીલીયા સોસાયટી અને અશોક ગોંધીયા મેમોરીયલ હિમોફીલીયા કેર સેન્ટરનાં સંયુકત ઉપક્રમે રાહત દરે ઈજેકશન લોકોને મળી રહે છે. ૨૦૧૦થી આ સેવા ઉપલબ્ધ છે. ૨૦૧૨થી ગુજરાત સરકારે ગુજરાતની ૧૮ હોસ્પિટલમાં આ પ્રકારનાં ઈન્કેશન ઉપલબ્ધ કરાવ્યા છે. હવે નો સમય રોગને રોકવાનો છે. ખાસ તો સ્ત્રીઓએ જાગૃત થઈ ફ્રી ચેકઅપ કરાવી લેવું જોઈએ.

અમદાવાદથી આવેલ પ્રવિણસિંહ મોરીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગાંધીનગરમાં, ગુજરાત વિધાનસભામાં વિધાનસભાના અધ્યક્ષના વરદ હસ્તે હિમોફીલીયાની જાગૃતી માટે હિમોફીલીયા જાગૃતી નામની મેગેજીન ૧૭ એપ્રીલનાં રોજ લોન્જીંગ કરવામાં આવ્યું હતુ ગુજરાતમાં અંદાજીત ૬૦૦૦ હિમોફીલીયાનાં દર્દીઓ છે. જાહેર જનતા અને સંસ્થાઓનાં માધ્યમથી જાગૃતી લાવવાનું કામ કરવાનું છે. તેમ જણાવ્યું.

હિન્દુ હેલ્થ રિસર્ચ ફાઉન્ડેશનનાં ચેરમેન ડો. વિજય શાહ એ જણાવ્યું કે ૧૭ એપ્રીલ હિમોફીલીયા દિનની ઉજવણીના ભાગ રૂપે તા. ૨૨-૪-૨૦૧૮ના રોજ રાજકોટ ખાતે ઉજવણી થઈ રહી છે. જે ખૂબજ અગત્યની બાબત છે. આજના યુગમાં ખૂબજ જરૂરી છે. કારણ કે લોકોની માનસીકતા બદલવી ખૂબજ જરૂરી છે. કે જેથક્ષ હિમોફીલીયાના દર્દી સન્માન પૂર્વક જીવી શકે.

પાર્થ ઠકકર આયુર્વેદ એમ.ડી.એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હિમોફીલીયા એ આનુવંશિક રોગ છે. જેમાં સાંધામાંથી રકતસ્ત્રાવ થતો હોય કે જેનાથી સોજા પણ આવી જાય છે. શારીરીક, માનસીક, સામાજીક ત્રણેય સ્તરે આ પધ્ધતી પીડાદાયક હોય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.