જામનગર જિલ્લામાં ૬૦-૪૦ પરિણામ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફિફટી-ફિફટી

jamnagar
jamnagar

કાલાવડ-જામનગર (ગ્રામ્ય)-જામજોધપુર અને ખંભાળિયામાં કોંગ્રેસ: જામનગર ઉત્તર તથા દક્ષિણ અને દ્વારકામાં ભાજપ

ખૂબજ લાંબા સમયથી ચાલતાં સસ્પેન્સનો અંત આવ્યો છે. સોમવારે સાંજ સુધીમાં હાલાર (જામનગર તથા દ્વારકા જિલ્લો)ની તમામ ૭ બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. જામનગર જિલ્લાની પાંચ પૈકી ત્રણ બેઠકમાં કોંગ્રેસ અને દ્વારકા જિલ્લાની બે પૈકી એક બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. ભાજપાને ૭ પૈકી ૩ જ બેઠક પર વિજય મળ્યો છે.

૭૬-કાલાવડ (અનામત) બેઠક પર કોંગ્રેસના પ્રવિણભાઈ મુછડીયાનો વિજય થયો છે. ભાજપા તરફથી તેઓના પ્રતિસ્પર્ધી મુળજીભાઈ ધૈયાડા હતા. ૭૭-જામનગર (ગ્રામ્ય) બેઠક પર પણ કોંગ્રેસના વલ્લભભાઈ ધારવિયા વિજયી બન્યા છે. ભાજપા તરફથી તેઓના પ્રતિસ્પર્ધી રાઘવજીભાઈ પટેલ હતા. જેઓ થોડા મહિના પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપામાં આવ્યા છે.

૭૮-જામનગર (ઉત્તર) બેઠક પર થોડા મહિના પહેલા કોંગ્રેસ છોડી ભાજપામાં આવેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાનો વિજય થયો છે. કોંગ્રેસ તેઓની સામે જિલ્લાના પૂર્વ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયાને ટિકિટ આપી હતી. ૭૯-જામનગર (દક્ષિણ)ની બેઠક પર ભાજપાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુનો વિજય થયો છે. તેની સામે કોંગ્રેસે અશોકભાઈ લાલને ટિકિટની ફાળવણી કરેલી. આ બેઠક સમગ્ર જિલ્લામાં સૌથી રસાકસીપૂર્ણ માનવામાં આવતી હતી.

વારકા જિલ્લો ત્રણ વર્ષ પહેલા જામનગર જિલ્લામાંથી અલગ પાડવામાં આવેલો. આ જિલ્લાની ખંભાળિયા બેઠક પર જિલ્લાના સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસના વિક્રમભાઈ માડમનો વિજય થયો છે. ભાજપા તરફથી આ બેઠકની ટિકિટ પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ ચાવડાને આપવામાં આવી હતી. આ જિલ્લાની બીજી બેઠક દ્વારકા-કલ્યાણપુર વિધાનસભામાં ભાજપાના પબુભા માણેક સતત છઠ્ઠી વખત ચૂંટાઈ આવ્યા છે. તેઓના પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસે ધારાસભ્ય મેરામણભાઈ ગોરિયાને ટિકિટ આપી હતી.

કાલાવડના વિજેતા ઉમેદવાર પ્રવિણભાઈને ૭૮૦૮૫ મત, પરાજિત મુળજીભાઈને ૪૫૧૩૪ મત, જામનગર ગ્રામ્યના વિજેતા વલ્લભભાઈને ૭૦૩૯૪ જયારે રાઘવજીભાઈને ૬૩૮૩૭, જામનગર ઉતરના વિજેતા હકુભા જાડેજાને ૮૦૫૦૭ અને કોંગ્રેસના જીવણભાઈને ૫૨૦૮૨ મત મળ્યા છે. જામનગર દક્ષિણ બેઠક પર ભાજપાના આર.સી.ફળદુને ૭૧૧૩૫ તથા કોંગ્રેસના અશોકભાઈને ૫૪૮૯૪ મત મળ્યા છે. જામજોધપુરમાં કોંગ્રેસના વિજેતા ચિરાગભાઈને ૬૩૭૩૫ અને તેના પ્રતિસ્પર્ધી-કેબીનેટ મંત્રી ચિમનભાઈને ૬૧૨૭૯ મત મળ્યા છે.

Loading...