ઉતરાયણોમાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ૬ વિશેષ કંટ્રોલ રૂમ ખોલાશે

એનિમલ હેલ્પલાઈનના આ સેવાકીય કાર્યમાં ૨૦ ડોકટરો, ૩૦ પેરામેડિકલ તબીબી સ્ટાફ, ૧૦૦ કાર્યકર્તાઓ સેવા આપશે

સમગ્ર રાજયમાં મકર સંક્રાંતી પર્વ ખૂબજ હર્ષોલ્લાસથી ઉજવાય છે. અને પારંપારીક રીતે આકાશ આખુ ઉડતી પતંગોથી મઢાય જાય છે. મકરસંક્રાંતીનાં પાવન પર્વ નિમિતે લાખો પતંગો આકાશમાં ઉડતી હોય છે. લોકો અજાણતા જ ચાઈનીઝ દોરા કાચના પાકા માંજા, પાયેલા દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરી પક્ષીઓનાં જીવનનો અંત લાવવામાં નિમિતે બને છે. ઘણા વિસ્તારોમા વીજળીના તાર, પર ઝાડ પર, અગાસી ઉપર, બિલ્ડીંગો પર છત પર, ટીવી એન્ટેના ટાવર વિ. પર અનેક જગ્યાએ લટકતા દોરા તેમજ કપાયેલા ફાટેલા પતંગો જોવા મળે છે. જે અબોલ વિહરતાં પક્ષીઓ માટે ફાંસીનાં ગાળીયા સમુ કાય કરે છે. પતંગ કાપવાની મજા પક્ષીઓ માટે મોતની સજા બને છે. તે સમયે અનેક નિદોર્ષ પક્ષીઓની પાંખ, ડોક દોરાથી કપાઈ જાય છે. પક્ષીઓ ઘાયલ થાય છે અને તરફડી ને મરીજાય છે. નિદોર્ષ પારેવા ચકલા, પોપટથી લઈને સંરક્ષીત અને લુપ્ત થતી પ્રજાતિનાં પક્ષીઓ વિદેશથી માઈગ્રેટ થઈને આવતા પક્ષીઓ કાતિલ દોરાથી કપાઈ જાયછે તરફડે છે. અને સારવાર અને સંભાળનાં અભાવે મરીજાય છે.

થોડાક વર્ષોથી રાત્રે રાત્રે આકાશમાં સળગતા તુકકલો ઉડાડવાને કારણે અગાઉના વર્ષે વસાહતી વિસ્તારમાં આગ લાગવાથી ઘટનાઓ પણ બને છે. આ સળગતા તુકકલો કોઈ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પડે. કોઈ લાકડાની લારી કે જોખમી કેમીકલ બનાવનારી ફેકટરી પર પડે તો મોટી હોનારત સર્જાઈ શકે છે. તેજ રીતે પતંગની દોરીથી અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. દ્વિચક્રી વાહનો ચલાવનારા પર આવી દોરી આવી જતા ગળામાં ફસાઈ જવાથી અકસ્માત અને મૃત્યુ થવાના ઘણા બનવો નોંધાયા છે. અનેક વ્યકિતઓનાં ગળા કપાઈ જવાના, પશુપંખીઓનાં દોરીના કારણે લોહી લૂહાણ થવાના અને મૃત્યુ થવાના ઘણા બનાવો નોંધાયા છે. અનેક વ્યંકિતઓનાં ગળા કપાઈ જવાના, પશુપંખીઓનાં દોરાના કારણે લોહીલુહાણ થવાના અને મૃત્યુ પામવાના બનાવો બને છે. સાદી દોરીથી પણ અકસ્માત થાય છે. અનેચાઈનીઝ દોરીથી પણ આવા અકસ્માતો સર્જાય છે. પરંતુ ચાઈનીઝ દોરી વધારે ઘાતક સાબીત થાય છે.આ પ્રકારની ઘાતક ચાઈનીઝ દોરી અને તુકકલોનાં વેચાણ પર કડક પ્રતિબંધનું અમલીકરણ થવો જોઈએ.

મકર સંક્રાંતીએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩ તા. ૧૩ તથા ૧૫ જાન્યુ. મકર સંક્રાંતીના રોજ ત્રિકોણબાગ રાજકોટ મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯- ૯૮૯૮૪ ૯૯૯૫૪, પેડક રોડ રાજકોટ મો. ૯૮૯૮૬ ૩૯૩૮૨, આત્મીંય કોલેજ પાસે કાલાવાડ રોડ રાજકોટ મો. ૯૫૭૪૪ ૦૦૦૨૮, કિશાનપરા ચોક, રાજકોટ મો. ૯૫૭૪૪ ૦૦૦૨૮, માધાપર ચોકડી પાસે રાજકોટ મો. ૯૫૭૪૪ ૦૦૦૨૮, તથા સંસ્થાની કાયમી નિ:શુલ્ક એનીમલ હેલ્પલાઈન વેટરનરી હોસ્પિટલ જૂની શ્રીજી ગૌશાળા તુલીપ પાર્ટી પ્લોટ પાછળ હોટલ ક્રિશ્ર્ના પાર્ક વાળો સર્વીસ રોડ, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ મો. ૯૮૯૮૦૧૯૦૫૯- ૯૮૯૮૪ ૯૯૯૫૪, રાજકોટ ખાતે એમ કુલ ૬ વિશેષ કંટ્રોલ રૂમ સવારે ૯ થી રાત્રીના ૭ સુધી શરૂ કરાશે જેમા ડો.અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હીરેન વીસાણી, ડો. વિવેક કલોલા તેમજ આણંદનાં વેટરનરી ડોકટર્સ ડો. શિવાજી તાલેકર, ડો. કનક ગામેતી, ડો.નિલેશ પાડલીયા સહિતની ટીમ સેવા આપશે. ડો.પી.વી. પરીખ તથા તેમની ટીમનો સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. નાયબ પશુપાલન નિયામક ડો. ખાનપરા, ડી.સી.એફ. રવીપ્રસાદ, નિવૃત ડી.સી.એફ પી.ટી.શીયાશી, ડો. ભાવેશ જાકાસણીયા સહિતનાનો વિશેષ સહયોગ મળી રહ્યો છે.

Loading...