Abtak Media Google News

યુપીમાં વર્ષોથી બેફામ બનેલા પરીક્ષાચોરીના દુષણનો લાભ લઈને દર વર્ષે અણ આવડતવાળા આજુબાજુના રાજયો તથા નેપાળના હજાર વિદ્યાર્થીઓ ડીગ્રી મેળવી લે છે!!

શૈક્ષણિક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર અને પરિક્ષા ચોરીના દુષણો માટે દેશભરમાં બદનામ રાજયોમાં ઉત્તર પ્રદેશ મોખરે છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર આવ્યા બાદ ગુંડાગીરીના દુષણને કડક હાથે ડામી દીધી હતી જે બાદ, પરિક્ષા માફીયાઓ સામે યોગી સરકારે કડક કામગીરી કરવાનો નિર્ણય કરીને પરિક્ષા ચોરી અને ગેરરીતિ કરનારાઓ સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેથી આ વર્ષે બોર્ડની ધો.૧૦ની પરીક્ષા ચાલી રહી છે. તેમાં છ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ લઈ લીધો છે.

ઉત્તર પ્રદેશ શિક્ષણ વિભાગ દ્વારા પરિક્ષા ચોર તત્વો સામે આકરા દંડની જાહેરાતના પગલે પરિક્ષાના ચિટિંગ માફીયાઓ પરિક્ષા ચોરીના નેટવર્કમાંથી દૂર ખસી ગયા છે. ઉત્તર પ્રદેશ સ્પેશ્યલ ટાસ્કફોર્સ દ્વારા સી.સી.ટીવી કેમેરા મોનિટરીંગ સર્વલેન્સ અને દરેક કેન્દ્રમા બારકોડેડ પેપરની વ્યવસ્થાને લઈને છેલ્લા નવ દિવસમા ૨૫૨ વિદ્યાર્થીઓને પરિક્ષામાં ગેરરીતિ સબબ ઝડપી લેવાયા છે.

ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડનીધો.૧૦ની પરિક્ષામાં આ વર્ષે છ લાખ વિદ્યાર્થીઓએ ડ્રોપ આઉટ લઈ લીધો છે. આ ડ્રોપ આઉટના કારણમાં બહાર આવેલી વિગતોમાં સરકારના શિક્ષણ વિભાગે પરિક્ષા ચોરી કરાવનારા સામે આકરી કાર્યવાહીની જોગવાઈ દાખલ કરતા વિદ્યાર્થીઓને ચોરી કરાવનારા ચિટિંગ માફિયાઓ એ આ વર્ષે પરિક્ષા ચોરી કરાવવામાંથી હાથ અધ્ધર કરી લેતા પરિક્ષા માફીયાઓના જોરે ચોરી કરીને પાસ થવાના મનસુબા ધરાવતા વિદ્યાર્થીઓના પગ નીચેથી જમીન ખસકી ગઈ હોય તેમ ફેબ્રુઆરી ૭થી ૨ માર્ચ સુધી ચાલનારી પરિક્ષામાં અત્યાર સુધી ધો.૧૦ અને ૧૨ના છ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષમાં ડ્રોપ લઈ લીધો છે.

ઉત્તર પ્રદેશ બોર્ડના સચિવ નીના શ્રી વાસ્તવે જણાવ્યું હતુ કે નેપાળ અને પાડોશી રાજયમાંથી ધોરણ ૧૦ અને ૧૨ ની પરિક્ષા ભરવા માંગતા ૯૪% થી વધુ વિદ્યાર્થીઓ પણ ચિટિંગ માફિયાઓની આકરી કાર્યવાહીના પગલે છેલ્લી ઘડીએ પરિક્ષામાંથી ખસી ગયા છે.

પરિક્ષા ચોરીનું દુષણ ઉત્તર પ્રદેશમાં સૌથી મોટા બે નંબરી ધંધા તરીકે ફુલ્યુ ફાલ્યું છે. આ દુષણને ડામી દેવાઉત્તર પ્રદેશની યોગી સરકારે હાથ ધરેલી કાર્યવાહીના પગલે પરિક્ષા ચોર તત્વોએ પરિક્ષા ચોરીની પ્રવૃત્તિઓ બંધ કરી દેતા ચોરી કરી પાસ થનારા વિદ્યાર્થીઓ પરિક્ષામાંથી હટવા લાગ્યા છે.

૨૦૧૭માં ૧.૧૫ લાખ વિદ્યાર્થીઓમાંથી ૧.૧૨ લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી આ આંકડો ૨૦૧૮માં ૬૩૦૦ એ પહોચી ગયો હતો ૨૦૧૯માં ૫૮૦૬૯૨૨ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્હતુ જેમાં હાઈસ્કુલના ૩૧૫૫૬૦૩ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગે ડ્રોપ આઉટ લઈ લીધો હતો.

ધો.૧૦ની બોર્ડની પરિક્ષામાં તમામ કેન્દ્રોમાં મળીને ૨૧% વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી નહતી ૧૨૮૮૮ વિદ્યાર્થીઓએ ૨ થી વધુ કેન્દ્રોમાં પરિક્ષા માટેના ફોર્મ ભર્યા હતા. તે તમામ રદ કરી દેવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગે પરિક્ષા ચોરીનું દુષણ અટકાવવાના પગલામાં સૌ પ્રથમ ડુપ્લીકેટ અરજીઓને કાબુમા લેવા માટે પગલા લીધશ હતા પરિક્ષા ચોર માફિયાઓ અને કેન્દ્ર સંચાલકોની મીલીભગતથી પરિક્ષા ચોરીનો મોટો ધંધો કરવામાં આવતો હતો.

રાજયભરમાં ચાલી રહેલી બોર્ડની પરિક્ષા દરમિયાન સી.સી. ટીવી કેમેરાની મોનીટરીંગ અને બારકોડેડ પેપરને લઈને અત્યાર સુધી ૨૫૨ વિદ્યાર્થીઓને નવદિવસમા પરિક્ષા ચોરી મામલે પકડી લીધા. ગઈકાલે શુક્રવારે એક જ દિવસમાં ફિજિકસ અને વાણિજયના પેપરમાં ૧૮ છોકરીઓ અને છોકરાઓને કોપી કરતા પકડી લીધા છે.

ગયા વર્ષે પરિક્ષા કેન્દ્રમાં સી.સી. ટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા પરંતુ ઓડીયો ટેપીંગની વ્યવસ્થા કરવામાં આવી ન હતી આ વર્ષે સી.સી.ટીવી કેમેરામાં હાઈ કવોલેટી ઓડીયો ટેપીંગ વ્યવસ્થા દખલ કરવામાં આવી હતી. તેથી પરિક્ષા ચોરીના મામલામાં તપાસ દરમિયાન સી.સી.ટીવી કેમેરા ફૂટેજમાં પૂરાવા તરીકે પરિક્ષા ખંડમાં ચોરી માટે થતી વાતચીત અને બોલીને ચોરી કરાવવાની પ્રવૃત્તિ પણ પકડી શકાય.

ઉત્તર પ્રદેશના પરિક્ષાચોરી કરાવનાર માફિયાઓ સામેની ઝુંબેશના પગલે હાઈસ્કુલથી લઈ બોર્ડ અને સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં ચોરી કરાવવાના ધંધા કરનાર તત્વોને કાબુમાં લેવા માટે સરકારના પગલાઓની અસર વર્તાઈ રહી છે.

દેશમાં ગુજરાતને બાદ કરતાં યુ.પી. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પૂર્વના રાજયોમાં પરિક્ષા ચોરી ગોઠવણ અને ગેરરીતિનો મોટો બે નંબરી ધંધો ચાલે છે.

બોર્ડની પરિક્ષામાં ટકાવારી અને એમ.સી.આઈ. અને સ્પર્ધાત્મક પરિક્ષામાં પૈસા લઈને પાસ કરાવવાની રીતસરન જાહેરાતો કરવામાં આવે છે. સ્થાનિક રાજકારણના કેટલાક નેતાઓ આવા તત્વોને પીઠબળ દેતા હોવાનું વારંવાર બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.