Abtak Media Google News

રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૭૮૭ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૧૭ મે સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે ગતરાતે પગ વાળીને ન બેસી લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૭૭૨ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૭૮૭ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ શહેરના ખત્રીવાડ, સાંગણવા ચોક, ત્રિકોણ બાગ, જ્યુબીલી અને રામનાથપરા પાસેથી ૬, શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ગ્રીનલેન્ડ ચોકડી, નવાગામ, મોરબી રોડ જકાત નાકા, સંત કબીર રોડ, બેડીપરા, સેટેલાઇટ ચોક, ઠાકર ચોક અને કેશરે હિન્દ પુલ પાસેથી ૧૦ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ ચોક, આજી ડેમ ચોકડી, રાજારામ સોસાયટી અને ભગવતીપરા પાસેથી ૧૨ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. કુવાડવા ગામ અને નવાગામ આણંદપર પાસેથી ૧૪ શખ્સોને કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. કોઠારિયા સોલવન્ટ, રાધાકૃષ્ણ મંદિર, ઢોલરા પાટીયુ અને નારાયણનગર પાસેથી ૯ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. નાનામવા રોડ, મવડી રોડ, લક્ષ્મીનગર રોડ, આનંદ બંગલા ચોક, સહયોગ હોસ્પિટલ, સુર્યમુખી હનુમાનજી મંદિર અને ૧૫૦ ફુટ રીંગ રોડ પાસેથી ૧૯ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. જંકશન પોલીસ ચોકી, જામ ટાવર ચોક, સ્લમ કવાર્ટર, ઝુલેલા મંદિર, ભોમેશ્ર્વર ફાટક અને પારસી અગીયારી ચોકપાસેથી ૧૧ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ઘંટેશ્ર્વર ચેક પોસ્ટ, ભારતીનગર, ગૌતમનગર અને ઇન્દિરા સર્કલ પાસેથી ૬ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. વાવડી ચેક પોસ્ટ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, પુનિતનગર, મવડી બાયપાસ, રામધણ આશ્રમ, ઠાકર ચોક, બીગ બજાર, મોટા મવા, પાટીદાર ચોક, મામા સાહેબ મંદિર, અંબિકા ટાઉન સીપ અને ચોકલેટી એપાર્ટમેન્ટ પાસેથી ૧૪ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. આકાશવાણી ચોક, રામાપીર ચોકડી, રૈયાધાર, ભગતસિંહ ગાર્ડન, બાપા સિતારામ ચોક, વિમલનગર અને રામેશ્ર્વર હોલ પાસેથી ૧૦ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૬ પોલીસ મથકના સ્ટાફ અને ટ્રાફિક બ્રાન્ચે ૬૦૪ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૭, જામકંડોરણા ૫, ધોરાજી ૨૦, જેતપુરમાં ૩૪, વિરપુર ૨, પડધરી ૧૦, ગોંડલમાં ૬૫, ઉપલેટામાં ૨૩, ભાયાવદરમાં ૨૦, પાટણવાવ ૪, વિછીયા ૭, ભાડલામાં ૬, આટકોટમાં ૫ અને શાપરમાં ૧૬ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

બોટાદમાં ૨૫, દેવભૂમિ દ્વારકામાં ૨૭, ગીર સોમનાથમાં ૪૧, પોરબંદર ૫૨, મોરબીમાં ૧૦, ભાવનગર ૧૭૨, સુરેન્દ્રનગર ૩૯, જૂનાગઢમાં ૧૨૦, જામનગર ૩૬, અને અમરેલી ૬૨ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૭૮૭ વાહન ડીટેઇન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.