Abtak Media Google News

દીવ પ્રશાસન,  દીવ મ્યુનિસીપલ, દીવ ટુરીઝમ  દ્વારા  તડામાર  તૈયારીઓ શરૂ

૧૯ ડિસેમ્બર  એટલેકે દીવ મુકિત દીન  આ દિવસે પોર્ટુગલ  શાશન માથી દીવ, દમણ ને મુકિત મળી અને આઝાદી મળી . આ દિવસે દીવના સ્થાનીકો દ્રારા  ધ્વજવંદન કરી દીવ મુકિત દીન તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે  .

૧૯ ડિસેમ્બર  ૧૯૬૧ની સાલમાં દીવ ને પોર્ટુગલ  શાશન માથી મુકિત મળી અને આ દિવસ ને દિવ મુકિત દીન તરીકે ઉજવવામાં આવે છે.  દીવ , દમણ ને આ દિવસથી લોકશાહી મૂજબ મતાધિકાર મળ્યો અને લોકો મતાધિકારનો ઉપયોગ કરી પોતાના નેતાની પસંદગી કરી સરકારમાં પ્રતિનિધિત્વ  કરવા મોકલે છે.  આ દિવસે દીવને દિવાળીની જેમ શણગારવામા આવે છે . દીવની તમામ હોટલો, રેસ્ટોરન્ટ,  શાળાઓ, સરકારી કચેરીઓ,  તમામ બીચો, તેમજ ઘરો મા રોશનીથી ઝગમગાટ કરવામા આવે છે . જોવા જઇએ તો દીવને મીની ગોવા તરીકે પણ ઓળખવામાં આવે છે. દીવનો  દરીયા કિનારો,  કુદરતી સૌંદર્ય,  કુદરતી દરીયાઇ માવો,  સહીતની તમામ બાબતોથી દીવ જગવિખ્યાત  અને સહેલાણીઓ માટેનુ પસંદગીનુ  ફરવાલાયક સ્થળ બન્યુ છે  .આગામી ૧૯ ડિસેમ્બરના રોજ દીવ કલેકટર  સલોની રોય  દ્રારા  બે દિવસીય કાર્યક્રમ રાખવામા આવેલ છે. જેમા તમામ શાળાઓમા વિવિધ વિવિધ સ્પર્ધાઓ, હોટલ એશોશીએશન  તરફથી વાનગી સ્પર્ધાઓ , સાયકલીંગ સ્પર્ધા, મેંદી સ્પર્ધા,  લોકડાયરો,  બીચ પર લાઇવ ઓરકેસ્ટ્રા, ધ્વજવંદન, શહીદોને શ્રધ્ધાંજલી   સહીતના અનેક કાર્યક્રમો રાખવામા  આવેલ  છે. આ માટેની તૈયારીઓનો ધમધમાટ  શરુ  કરેલ છે  .

7537D2F3 10

પોર્ટુગલ શાશન માથી દીવ ૧૯ મી ડીસેમ્બરના દિવસે મુકત થયેલ જેને દીવવાસીઓ ભારે ધામધૂમથી  ઉજવણી કરવામાં આવે છે . આ દરમિયાન  દીવ પ્રશાશક  તરફથી  બે દિવસીય કાર્યક્રમ  રાખવામા આવેલ છે  જેમા ધ્વજવંદન , ગેટ ટૂ ગેધર, સ્થાનીક લોકો તથા સહેલાણીઓ દ્રારા  હરીફાઇઓ , લોક ડાયરો સહીતના કાર્યક્રમ  રાખવામા  આવેલ  છે. દીવ ટુરીસ્ટો  માટે સૌથી સુરક્ષીત જગ્યા છે .દીવમા કયારેય ગુન્હો  બનેલ નથી જે અન્ય જગ્યાએ  બને છે.આ બેદિવસીય કાર્યક્રમમાં પણ ટુરીસ્ટોને લાભ મળશે. તેમ દીવના કલેકટર સલોની રાયે જણાવ્યું હતું.

૧૯ ડિસેમ્બરને દીવવાસીઓ માટે દિવાળીના તહેવાર તરીકે ઓળખાય છે  આ દિવસે દીવ પોર્ટુગલ  શાશન માથી મુકત થયેલ હતુ. દીવ માટે આ મુખ્ય દિવસ છે. દીવ ટુરીઝમ તરફથી પણ આવનાર ટુરીસ્ટો  માટે તેમજ સ્થાનીકો માટે સાસંકૃતીક કાર્યક્રમ  રાખવામા આવેલ  છે. જેમા બાળકો, યુવા ઓ તેમજ ઘોઘલાબીચ પર સાસંકૃતીક કાર્યક્રમ  રાખવામા આવેલ  છે.  તેમ દીવ ટુરીઝમ અધિકારી હિતેન્દ્ર બામણીયાએ જણાવ્યું હતું.

અન્ય રાજયો કરતા દીવ ને ૧૪ વર્ષ પાછળ આઝાદીનો દરરજો  મળ્યો છે. આ દિવસથી દીવને ( યુટી)નો દરજજો  આપવામાં  આવેલ અને કેન્દ્ર  સરકાર પોતે જ દીવના વિકાસમા સહભાગી  બને છે જેના લીધે દીવમા અનેક વિકાસના કામો થયા છે અને હજુ પણ ચાલે છે. ૧૯ અને ૨૦ આ બે દિવસ સુધી  અને સાસંકૃતીક,  હરીફાઈ ઓ સહીત અનેક કાર્યક્રમ  રાખવામા  આવેલ છે. જેનો લાભ દીવ આવતા તમામ ટુરીસ્ટોને પણ મળનાર છે. તેમ દીવ નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.