Abtak Media Google News

મચ્છરોને શોધવા નીકળી મહાપાલિકા

 મોલ,ભંગારના ડેલા,હોસ્પિટલ, બાંધકામ સાઈટ અને હોટલ સહિત ૯૬૨ સ્થળોએ ચેકીંગ

ટ્રાન્સમીશન ઋતુને કારણે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વન- ડે  થ્રી  વોર્ડ મુજબ તમામ વોર્ડના સંવેદનશીલ વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે.

ગત પખવાડીયામાં મોલ, બાંઘકામ, હોટેલ, ભંગારના ડેલો, હોસ્પિટલ સહિત ૯૬૨ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાં  ૩૪૬ રહેણાંક  મકાનો તથા ૨૦૨ કોર્મશીયલ સહિત ૫૪૮ સ્થળો મચ્છર ઉત્પતિ મળી આવતા નોટીસ ફાટકરી  રૂા.૭૫,૫૦૦/- નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમીશન સિઝનને ધ્યાને લેતા મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે વન  ડે  થ્રી  વોર્ડ  ઝુંબેશ અન્વયે પ્રથમ રાઉન્ડમાં શહેરના તમામ ૧૮ વોર્ડના સવેદનશીલ વિસ્તારોમાં વ્હીકલ માઉંટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે. ફોગીંગ કામગીરી ની સાથે રહેણાક ઉપરાંત હોસ્પિટલ, સેલર, બાંધકામ સાઇટ, ભંગારના ડેલા, હોટેલ, વગેરે પ્રિમાઈસિસ માં વાહક નિયંત્રણ અંતર્ગત તપાસ કરી પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

ગત ૫ખવાડીયામાં આ પ્રિમાઈસિસ ના ચેકીંગ અભિયાન દરમ્યાન હોસ્પિટલ, ભંગારના ડેલા, બાંઘકામ, હોટેલ સહિત ની અલગ  અલગ ૯૬૨ પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ ૩૪૬ રહેણાંક તથા ૨૦૨ કોર્મશીયલ સહિત ૫૪૮ પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ૫વાની તથા રૂા.૭૫,૫૦૦/- નો વહિવટી ચાર્જ વસુલ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.