Abtak Media Google News

જૂનાગઢ, મેંદરડા અને સાસણ સહિતના સ્થળે દરોડાથી જુગારીઓમાં ફફડાટ

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં શ્રાવણિયો જુગાર ખીલ્યો છે ત્યારે બીજી બાજુ પોલીસે જુગારને ડામી દેવા પોલીસે કમર કસી છે  પ્રમાણમાં જુગાર અંગેના દરોડા શરૂ થવા પામ્યા છે, ત્યારે જૂનાગઢ પોલીસે જિલ્લામાં ૯ જેટલા દરોડા પાડી ૫૪ જુગારીઓને પકડી પાડ્યા છે. અને લાખો રૂપિયાની રોકડ તથા મુદ્દામાલ કબ્જે લીધા છે.

વિસાવદર ના નાની પિંડાખાઈ ગામના ધરમશીભાઈ જીવરાજભાઈ તેજાણી (ઉવ.૫૩) પોતાના કબ્જા હવાલાની વાડીની ઓરડીમા બહારથી જુગારીઓને બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતી હોવાની બાતમીના આધારે વિસાવદર પોલીસે જુગાર અંગે દરોડો પાડતા પટમાંથી રૂ. ૪૧૯૮૦,  મો.ફોન નંગ૭, મો.સા. નંગ૩, ટ્રેકટર નંગ-૧ મળી કુલ મુદામાલ રૂ. ૨,૪૩,૪૮૦ સાથે ધરમશીભાઈ જીવરાજભાઈ તેજાણી, હિરેનભાઈ દલપતરાય ભટ્ટ, જીતેન્દ્રભાઈ ઈન્દુભાઈ ત્રીવેદી, રાજેશભાઈ ભુરાભાઈ વિરાણી, કમલેશભાઇ જીલુભાઈ ધાધલ, મિલાપભાઇ માનસિંગભાઇ રાઠોડ, બાબુભાઈ ગોપાલભાઇ રાદડીયા, કાસમભાઇ રાજાભાઈ માલવીયા તથા વલ્લભભાઇ શામજીભાઇ ગોધાણીને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે જૂનાગઢના ધરાનગર માં પરમાર વાડી પાસે પોલીસે દરોડો પાડી દિનેશ નંદાભાઈ મકવાણા સહિત પાંચ શખ્સોને રુ ૧૨૫૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે જુનાગઢ તાલુકા પોલીસે મજેવડી ગામે ભાવેશ રૈયાભાઈ ટોટા સહિત ૭ શખ્સોને રુ ૪૧૭૯ ના મુદ્દામાલ સાથે તેમજ ભેસાણ પોલીસે પસવાળા ગામે. જુગાર અંગે દરોડો પાડી રાજાભાઈ નાનાભાઈ ભાટી સહિત ૭ શખ્સોને રુ. ૧૫,૧૪૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા આ દરોડા દરમિયાન મુન્નાભાઈ રાવતભાઇ ભાટી નાસી જતા પોલીસે તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

મેંદરડાના સાસણ ગામે પોલીસે દરોડો પાડી જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાનજીભાઈ મકવાણા સહિત ૮ શખ્સોને રુ ૪૦,૪૩૦ ના મુદ્દામાલ સાથે તથા ઝીંઝુડા ગામેથી મેંદરડા પોલીસે પરેશ ઉર્ફે કેતન કાનજીભાઈ સાવલિયા સહિતા ૭ શખ્સોને રુ ૩૪,૭૨૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.

ચોરવાડ પોલીસે બંદર વિસ્તારમાંથી સાગર લખમણભાઈ વડુર સહિત પ શખ્સોને રૂ. ૫,૩૨૦ ના મુદ્દામાલ સાથે તથા ખોરાસં ગામેથી પ્રકાશ કડવાભાઈ સહિત ૪ શખ્સોને રૂ.  ૨,૨૫૦ તેમજ માળીયાહાટીના ધણેજ ગામેથી કૈલાશ ખીમાનંદ જેઠવા સહિત ૨ શખ્સોને રુ ૨૫,૧૦૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા,

ધણેજના આ જુગાર દરોડામાં પ્રફુલ રામભાઈ જેઠવા, લખુભાઇ વિસામણભાઈ જેઠવા, પરેશ સરમણભાઈ તથા અનિલ રામભાઈ નાસી છૂટયા હતા જેને પકડી પાડવા  પોલીસે તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.